KALOL(Panchamahal)PANCHMAHAL

એસ ટી તંત્રને પડકાર ફેંકતા ખાનગી પેસેન્જરોમાં દોડતાં વાહન ચાલકો.!બસ સ્ટેશનમાંથી વાહનો લઇ પેસેન્જર ભરતા હોવાનો વિડ્યો સામે આવ્યો.

 

તારીખ ૩૦/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા હાલોલ રોડ ઉપર પેસેન્જરો માં રાત દિવસ દોડતા વાહનો ઉપર એસ ટી નિગમ નું તત્ર એટલું બધું મહેરબાન બની ગયું છે ગોધરા હાલોલ રોડ ઉપર દોડતા વાહનો ને બસ સ્ટેશનો માંથી વાહનો નો પેસેન્જર ભરવાનો પરવાનો આપી દીધો હોય તેમ ડાયરેક બસ સ્ટેશન માંથી બસ સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર થી મુસાફરો ભરતા હોવાથી જાગૃત નાગરિક દ્વારા બે અલગ અલગ વિડ્યો બનાવ્યા હોવનો વિડ્યો સામે આવ્યો આવ્યો છે જેથી એસ ટી નિગમ ના તંત્ર ને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય જે મુખ પ્રેક્ષક બની રાજ્ય સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડતા હોય તેમ લાગી રહયુ છે એક સમય એવો હતો કે એસ ટી નિગમ નું તંત્ર અઠવાડિયામાં બે થી ત્રણ વખત જીલ્લા ટ્રાફિક ને સાથે રાખી જોઈન્ટ ચેકીંગ કરતા હતા જેથી ગોધરા હાલોલ રોડ ઉપર જોઈન્ટ ચેકીંગ ની ખબર પડતાં ની સાથે ગોધરા હાલોલ રોડ ઉપર સન્નાટો છવાય જતો હતો અને રાજ્ય સરકાર ની એસ ટી નિગમ ને લાખો રૂપિયા ની આવક થતી હતી ગોધરા હાલોલ રોડ ઉપર પેસેન્જરો માં ચાલતા વાહનો બસ સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર થી પેસેન્જરો ભરવાની હિંમત તો શું ગોધરા હાલોલ રોડ ઉપર પેસેન્જરો માં ફરવાની હિંમત પણ કરતા ન હતા અને અત્યારે એસ.ટી નિગમ ના અધિકારીઓએ ગોધરા હાલોલ રોડ ઉપર ચેકિંગ કરવાનું છોડી દીધું હોય તેમ લાગી રહયુ છે જેથી ગોધરા હાલોલ રોડ ઉપર દોડતા વાહન ચાલકો ને મોકળું મેદાન મળી ગયું છે અને ગુજરાત રાજ્ય એસ ટી નિગમ ની બસો હાઇવે ઉપર ખાલી ખમ દોડતી હોવાથી ગુજરાત રાજ્ય એસ ટી નિગમ વિભાગ ની તિજોરી ને લાખો રૂપિયા નું નુકશાન થતું દેખાય રહયુ છે ત્યારે ઘણા વર્ષો થી ભૂલી પડેલ એસ ટી વિભાગ ની ટિમ જાગશે ખરી કે પછી ધોર નિદ્રામાં રહેશે તે હવે આવનારો સમય બતાવશે.

Back to top button
error: Content is protected !!