વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કાર્યપાલક ઇજનેર, પંચાયત (મા×મ) વિભાગ નવસારીએ વાંસદા તાલુકાના પેટા વિભાગીય કચેરી, વાંસદા હસ્તકના ખાંભલા બિલમોડા રોડ ૧/૬૦ થી ૧/૮૦ ઉપર કાવેરી નદી પર આવેલ હયાત ડુબાઉ ચેકડેમ કોઝ-વેની જગ્યાએ હાઈ લેવલ મેજર બ્રીજ બનાવવાનું કામ બજેટ ઉચ્ચક જોગવાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ થી મંજુર થયેલ છે. આ કામ ની સમય મર્યાદા તા. ૦૧/૧૦/૨૦૨૪ થી શરૂ કરી તા.૩૦/૦૯/૨૦૨૫ સુધીની છે. તેમજ કાવેરી નદી પરનો હયાત ચેકડેમ કોઝ-વે નબળો છે. જેથી ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના કારણે વખતોવખત ડૂબી જવાની શક્યતા હોય, ચોમાસા દરમિયાન કોઈ આકસ્મિક બનાવ ના બને તે હેતુથી ચોમાસા દરમ્યાન ભારે વાહનો માટે ખાંભલા ગામથી બિલમોડા ગામ તરફ અને બિલમોડા ગામ થી ખાંભલા ગામ તરફ ચેકડેમ કમ કોઝ-વે ઉપરથી જતા ભારે વાહનોને ખાંભલા થી ઉગા જિ.ડાંગ થી વાનરચોંડ, ડોકપાતાળ, જામલાપાડા, બારખાંધ્યા થી હડકાઈચોંઢ (મહારાષ્ટ્ર રાજ્ય) થી SH-22 રોડ (મહારાષ્ટ્ર રાજ્ય) થઈ બિલમોડા ગામે આશરે કુલ ૧૫.૫૦ કિમી જેટલું અંતર કાપી જવા વૈકલ્પિક માર્ગ ઉપર રસ્તાને ડાયવર્ઝન આપવા જરૂરી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલ સતાની રૂએ, ભારે વાહનો માટે ખાંભલા ગામથી બિલમોડા ગામ તરફ અને બિલમોડા ગામ થી ખાંભલા ગામ તરફ ચેકડેમ કમ કોઝ-વે ઉપરથી જતા ભારે વાહનો માટે નવસારી જિલ્લાની હદમાં સમાવેશ થતાં વિસ્તાર સુધી તા.૧૧/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૯/૨૦૨૫ સુધી બંધ કરી, વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમજ પ્રતિબંધના સમયગાળા દરમ્યાન વૈકલ્પિક માર્ગ ઉપર વાહનોની અવરજવર ડાયવર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો છે.આ પ્રતિબંધ વૈકલ્પિક માર્ગ તરીકે ખાંભલા ગામથી બિલમોડા ગામ તરફ અને બિલમોડા ગામ થી ખાંભલા ગામ તરફ ચેકડેમ કમ કોઝ-વે ઉપર જયારે વૈકલ્પિક માર્ગ તરીકે વાહનચાલકોએ વાહનોને ખાંભલા થી ઉગા જિ.ડાંગ, વાનરચોંડ, ડોકપાતાળ, જામલાપાડા, બારખાંધ્યા થી હડકાઈચોંઢ (મહારાષ્ટ્ર રાજ્ય) થી SH-22 રોડ (મહારાષ્ટ્ર રાજ્ય) થઈ બિલમોડા જતાં માર્ગો પૈકી નવસારી જિલ્લાની હદ વિસ્તારમાં આવતાં માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ માં ઠરાવ્યા મુજબની શિક્ષાને પાત્ર થશે.