
મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મેંદરડા ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ તેમજ મેંદરડા ગામના રહેશો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો મુખ્ય હેતુ મેંદરડા ગ્રામ પંચાયતના કર્મચારીઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય સફાઈ કર્મચારીઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય અને પોતાના કાર્યભારને લીધે પોતાના સ્વાસ્થ્યની તપાસ ન કરાવી શકતા હોય અને પોતાના સ્વાસ્થ્ય માટે સમય ન આપી શકતા હોય આને ધ્યાને લઈને મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પને હિસાબે તમામ કર્મચારીઓ નું નિદાન કરવામાં આવ્યું આ નિદાન કેમ્પ નું આયોજન દર ત્રણ મહિને કરવામાં આવે છે આ નિદાન કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ વિવિધ તપાસો કરવામાં આવી તેમજ આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા આ કેમ્પમાં મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ શ્રી જે.ડી.ખાંવડુ તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ તેમજ મેંદરડા ગામના રહેવાસીઓએ કેમ્પનો લાભ લીધો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





