BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરાઈ…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગ દ્વારા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે તેમના સાહિત્યનો આસ્વાદ કરવામાં આવ્યો. આચાર્યએ જીવનમાં સાહિત્યનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓએ સર્જકની વિવિધ કૃતિઓનો આસ્વાદ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની પ્રીતિ વસાવા અને ચંદ્રિકા વસાવે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.જે.પી.વૈષ્ણવ, પ્રા. જીતેન્દ્રભાઈ વસાવા અને પ્રા.કીર્તિકુમાર વસાવાએ કરેલ હતું અને સમગ્ર કોલેજ પરિવાર સહયોગી બન્યો હતો.

Back to top button
error: Content is protected !!