GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 189 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા (રહે.કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-2) વાળા આરોપીને પોતાના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ 189 (કિ.રૂ 91,467) નો મુદામાલ તથા મોબાઇલ ફોન 1 (કિ.5,000) મળી કુલ કિ.રૂ.96,467ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.







