નવસારી જિલ્લામાં ધંધા રોજગાર માટેના તમામ પ્રકારના એકમો/સંસ્થાઓએ તેમના વતન નજીકના સગા-સબંધીના નામ સરનામાં ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જમાં કરવાં અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું :
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તેઓની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા ડોક્યુમેન્ટો પોલીસ સ્ટેશનમાં જમાં કરાવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું :
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના મળેલ દરખાસ્ત અનુસાર નવસારી જિલ્લામાં આવેલ અલગ અલગ એકમો, ખાનગી એકમો, કોન્ટ્રાકટરો, ઈંટનાં ભઠઠા તથા તમામ પ્રકારના ધંધા રોજગાર ધરાવતા એકમો તરફથી અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે છે. રોજગારી આપતી વખતે રોજગારી આપનાર સંસ્થા/એકમો/માલિકો તરફથી શ્રમિકો/ કામદારોના કોઇ પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી ન હોવાના કારણે અસામાજિક તત્વો, ગુના હિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા નહિ ધરાવતી વ્યકિતઓને રોજગારી આપી દેવામાં આવે છે. જે દેશ અને રાજયની આંતરિક સુરક્ષા માટે યોગ્ય નથી.જેથી જિલ્લામાં આવેલ અલગ અલગ એકમો, ખાનગી એકમો, કોન્ટ્રાકટરો, ઇંટનાં ભઠઠા તથા તમામ પ્રકારનાં ધંધા રોજગાર ધરાવતા એકમો તરફથી અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટો તથા તેમના વતનમાં નજીકનાં સગા-સબંધીના નામ સરનામાં અને સંપર્ક નંબરની સાચી વિગત જે તે સંસ્થા/એકમો/માલિકો દ્વારા નજીકનાં સબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત જમા કરાવવાની સાથે સીટીઝન તમામ અંગેની પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફસ્ટ એન્ડ્રોઇડ એપ્લીકેશન મારફતે ફરજીયાત નોંધણી કરવાનું ફરજ પાડતુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. નવસારીના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.વી ઝાલા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે નવસારી જિલ્લામાં આવેલ અલગ અલગ એકમો, ખાનગી એકમો, કોન્ટ્રાકટરો, ઇંટનાં ભઠઠા તથા તમામ પ્રકારનાં ધંધા રોજગાર ધરાવતા એકમો તરફથી અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટો તથા તેમના વતનમાં નજીકનાં સગા-સબંધીના નામ સરનામાં અને સંપર્ક નંબરની સાચી વિગત જે તે સંસ્થા/એકમો/માલિકો દ્વારા નજીકનાં સબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત જમા કરાવવાનું સાથે સીટીઝન તમામ અંગેની પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફસ્ટ એન્ડ્રોઇડ એપ્લીકેશન મારફતે ફરજીયાત નોંધણી કરવાનું ફરમાન જારી કરેલ છે. આ જાહેરનામું જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૯/૦૯ /૨૦૨૫ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.