નવસારી મહાનગરપાલિકાની ઉત્તરની તમામ કચેરીઓ તેમજ દક્ષિણ ઝોનની કચેરીઓમાં વિવિધ કરવેરા સ્વીકારવા રજાના દિવસોમા પણ શરૂ રહશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી નગરપાલિકા વિસ્તારના ઉત્તર તેમજ દક્ષિણ ઝોનની કચરીઓમાં જેમના વેરા ભરવાના બાકી હોય તેમના વેરા સ્વીકારવા માટે જાહેર રજાના દિવસે પણ (તા.૩૦/૦૩/૨૫ અને તા.૩૧/૦૩/૨૫) શરૂ રહેશે.
Navsari :- ૩૦/૦૩/૨૦૨૫ તેમજ તા.૩૧/૦૩/૨૦૨૫ ના રોજ જાહેર રજાઓ હોય, નવસારી મહાનગરપાલિકા દ્વારા
1. દુધિયા તળાવ, મુખ્ય કચેરી ખાતે 2.સિવિક સેંટર, ઓમ પાર્ટી પ્લોટની સામે 3.વિજલપોર મહાનગરપાલિકા કચેરી4.કબીલપોર વિભાગીય કચેરી5.જલાલપોર વિભાગીય કચેરી વિવિધ કરવેરા સ્વીકારવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. પાંચેય કચેરી ઝોનએ સવારના 10 કલાક થી સાંજના 6:00 વાગ્યા સુધી કરવેરા સ્વીકારવામાં આવશે. ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ તા.૩૧ માર્ચ છે, એવામાં સરકારી કર્મચારીઓને ૩૦ માર્ચના રોજ રવિવાર તેમજ ૩૧ માર્ચના રોજ રમઝાન ઈદ ની રજા છે. તો નાણાંકીય વર્ષના છેલ્લા દિવસોમાં કરવેરા ભરવા માટે સામાન્ય રીતે ઘસારો જોવા મળતો હોય છે. આથી નગરજનોની મુશ્કેલી નિવારવા માટે જાહેર રજા હોવા છતાં વિવિધ કરવેરાની કામગીરી શરૂ રાખવામાં આવશે. તમામ શહેરીજનોને કરવેરા ભરી શહેરનાં વિકાસમાં સહકાર આપવા નવસારી મહાનગરપાલિકા વેરા વિભાગના અધિકારીશ્રી વિરેશભાઈ એ નમ્ર અપીલ છે.