GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ નવસારી જિલ્લાના તમામ લાભાર્થીઓ જોગ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત વિના મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. જેથી લાભાર્થીઓના હિતમાં માહે ઓક્ટોબર- ૨૦૨૫ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં અને ચોખા વિના મૂલ્યે તથા રાજ્ય સરકારે સીંગતેલ, તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનું રાહતદરે વિતરણ કરવાનું જાહેર કરેલ છે.જે અનુસાર, આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખતાં, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ નવસારી જિલ્લાના તમામ લાભાર્થીઓને પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. એમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નવસારી તરફથી અખબારી યાદી મારફત જણાવાયું છે.