GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લાના તમામ પત્રકારોને જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે સંબોધન કરાયું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જિલ્લાના તમામ પત્રકારોને જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે સંબોધન કરાયું

લોકસભા ચુંટણી સંદર્ભે મહિસાગર જિલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય

મહિસાગરના તમામ પત્રકાર મિત્રોને આગામી લોકસભા ચુંટણી અંગેની વહિવટી તંત્રની તૈયારીઓથી વાકેફ કરવામાં આવ્યા

મહિસાગર જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે સજ્જ જિલ્લા ચૂંટણી તંત્ર

ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત: પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા

123-બાલાસિનોર, 122-લુણાવાડા અને 123-સંતરામપુર વિધાનસભા વિસ્તારોમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આ ત્રણ વિધાનસભા ક્ષેત્રના 8.26 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ૭મી મેના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે એમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, જે મતદાન મથકે છાંયડો કે શેડ ન હોય તેવા કુલ-૨૩૭ મતદાન મથકો ઉપર શેડની, હિટવેવથી બચવા મતદાન મથક દિઠ-૧૦ જગ પીવાના પાણી તથા ૧ જગ રેડી ટુ યુઝ ORS, દરેક મતદાન મથક ઉપર મેડીકલની ફસ્ટ એઇડ કીટ તથા પુરતાં પ્રમાણમાં ORSના પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવનાર છે. વઘુમાં, જિલ્લા ચૂંટણી અઘિકારીના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથકો માટે આરોગ્યની ટીમો નિમાયેલા ઝોનલ અઘિકારીશ્રી સાથે સંકલનમાં રહી કામ કરશે. જરૂરીયાતના સમયે તાલુકા હેલ્થ ઓફીસરનો કરી શકો છે.

૮૫થી વધુ ઉંમરના મતદારો, દિવ્યાંગ મતદારો, અશકત મતદારો તથા બિમાર મતદારો માટે જરૂરીયાત મુજબ બુથ ઉપર પીકઅપ અને ડ્રોપની સુવિઘા તથા વોલેન્ટીયર્સ અને વ્હિલચેરની વ્યવસ્થા તથા એક જ સ્થળ પર ત્રણ કે તેથી વઘુ મતદાન મથક હોય તેવા ૧૮ સ્થળ ઉપર ફૂલર તેમજ ૨૧ સખી, ૩ PWD, ૩ મોડેલ તથા ૧ યુવા મતદાન મથક ઉપર પણ ફૂલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને અગવડતા ન પડે એ માટે આરોગ્ય વિભાગ તરફથી ફસ્ટ એઇડ કીટ તથા વેલફેર કીટમાં ટૂથપેસ્ટ, ટુથબ્રશ, શેમ્પુ, હેર ઓઇલ, નાહવાનો સાબુ, જીપર બેગ, બિસ્કીટ, ઇન્સટન્ટ કોફી/ટી, ચણાનું પેકેટ, પીનટનું પેકેટ, ફાસ્ટ કાર્ડ, ખજૂરનું પેકેટ, એનર્જી ડ્રિકનું પેકેટ વિગેરે જેવી પ્રાથમિક જરૂરીયાતની ચીજવસ્તુની કીટ મતદાન મથકના તમામ પોલીંગ સ્ટાફને પુરી પાડવામાં આવનાર છે

આ ઉપરાંત જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર ઘ્વારા મતદાન સાથે સંકળાયેલ તમામ કર્મચારીશ્રીઓને મતદારો સાથે અનુકૂળ વ્યવહાર કરવા માટે તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે. ડીસ્પેચીંગ વખતે મતદાન મથક ઉપર જનાર સ્ટાફને અગવડતા ન પડે એ માટે ઓર્ડર વિતરણ કાઉન્ટર તથા ઝોનલ વાઈઝ ડીસ્પેચીંગ પ્લાન તથા ડીસ્પેચીંગ સેન્ટર ઉપર મોબાઇલ, ટોયલેટ, ઠંડુ પાણી, લાઇવ ફુડ તથા આકસ્મિક સમય માટે મેડીકલ કેમ્પનું આયોજન જ્યારે રીસીવીંગ સમયનો રીસીવીંગ પ્લાન તથા સેન્ટર ઉપર જરુરી લાઇવ ફૂડ તથા રસના/છાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

ઉપરાંત મતદાન કરનાર 7 તારીખના રોજ રાજસ્થાન દાલબાટી, તેજા હોટલ, વૃંદાવન હોટલ, સર્વોતમ હોટલ, આધાર મોલ, અમી એમ્પોરિયમ, તથા ઓરોવિલ મોલ વગેરે જગ્યાએ જમવા કે ખરીદી પર 7 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તથા જિલ્લાની તમામ હોસ્પિટલમાં પણ 7 ટકા ડિસ્કાઉન્ટ અથવા ફ્રિ ચેક-અપ કરી આપવા બાંહેધરી આપી છે.

લોકો વધુને વધુ મતદાન કરે, સામૂહિક અને સપરિવાર મતદાન કરે એવો સૌને અનુરોધ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની મતદારયાદી દર્શાવતી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જો આ કાપલીઓ ન મળી હોય તો https://electoralsearch.eci.gov.in/ લિંક પરથી ઓનલાઈન મતદાન કેન્દ્ર સહિતની વિગતો મેળવી શકાશે.

વધુમાં ઉમેર્યું કે, મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયા વિના અવરોધ પૂર્ણ થઈ શકે એ માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તા.૦૭મીએ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી પંચના અધિકારપત્રો ધરાવતા મીડિયાકર્મીઓને મોબાઈલ જવાની છૂટ અપાઈ છે.

આ ઉપરાંત, તંત્ર દ્વારા 50 ટકા બુથ પર 500 સ્થળોથી મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે એમ જણાવી તેમણે શહેર-જિલ્લામાં ઔદ્યોગિક કારીગરો, શ્રમિકો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદાન કરવા તમામ મતદારોને અનુરોધ કર્યો હતો.

લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરતા તેમણે ઉમેર્યું કે,મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે માટે VOTER HELPLINE એપનો ઉપયોગ કરી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું.

કાયદો અને વ્યવસ્થા અંગે શહેર પોલીસ અધિક્ષકએ જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત કરાયો છે.

ચૂટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

મતદાન માટે નાગરિકો ચૂંટણી કાર્ડ સિવાય પણ માન્ય થયેલા ઓળખના ૧૨ વૈકલ્પિક પુરાવા પૈકી કોઈપણ પુરાવાના આધારે મતદાન કરી શકે છે.

અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઈ દ્વારા ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઈન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઈસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ,અધિક નિવાસી કલેકટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર , પ્રોબેશનલ આઈ એ એસ મહેક જૈન જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ મનાત ,સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયા ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!