
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે આહવા અને સાપુતારા પોલીસ મથકનાં ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની હદ પાસે કાંચનઘાટ ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો.ડાંગ જિલ્લાનાં એસ.પી.યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમાની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. તે વેળાએ સાપુતારા પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી.જે બાતમીના આધારે સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ સાપુતારા પોલીસ મથકે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ અને પોક્સોનાં ગુન્હામાં સંડોવાયેલ તથા આહવા પોલીસ મથકે ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિશાલભાઇ લક્ષ્મણભાઇ કોતવાલ ( રહે,નિંબારપાડા તા.વઘઇ જી.ડાંગ ) ને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયની હદ પાસે કાંચનઘાટ ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસેથી અટકાયત કરી હતી.તેમજ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..




