
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના લીંબોદ્રા થી ક્રુષ્ણાપુરાકંપા ડામર રસ્તામાં ગેરરીતી થયાના આક્ષેપ ઉઠ્યા, વિઝીલન્સ તપાસ માટે કરી માંગ
હાલ તાલુકામાં થતા લાખો થી કરોડો રૂપિયાના ડામર રોડના કામોમાં ભ્રષ્ટાચાર તો નહિ થાય ને..?
મેઘરજના લીંબોદ્રા થી ક્રુષ્ણાપુરાકંપા સજ્જનપુરા કંપા સુધીનો નવો ડામર રોડ બનાવ્યાના થોડા સમયમાં તુટી જવાના આક્ષેપો સાથે અરજદારે વિજીલેન્સ તપાસની માંગ સાથે નાયબકાર્યાપાલક થી લઇને મુખ્યમંત્રી સુધી અરજી કરી હોવાની માહિતી સામે આવી હતી લીબોદ્રા થી ક્રુષ્ણાપુર સજ્જનપુરાકંપા જતો રસ્તો બે વર્ષ અગાઉ નવો ડામર રોડ મંજુર થયો હતો આ રોડના કામ માટે ગાયત્રી કંટ્રકશનની પસંદગી થઇ હતી આ અઢીથી ત્રણ કીલો મિટર જેટલા રસ્તા પર કોન્ર્ટાકટર દ્વારા હલકી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપીયોગ કરી રોડની ઉચાઇ ન ચડાવી બીલકુલ રફ કામ કરવામાં આવ્યુ હતુ જેના લીધે આ ડામર રોડ બનાવ્યાના ટુકા ગાળામાં માર્ગ પર ખાડા પડીજવા પામ્યા હતા રોડ બનાવ્યા બાદ રોડ સાઇડો પર કોઇપણ જાતના બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યા જે બાબતે તાલુકા અને જીલ્લાના જવાબદાર અધિકારીયોને વારંવાર જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં આખરે અરજદારે સી એમ ઓ સ્વાગત પોર્ટલ પર ફરીયાદ કરતાં તાત્કાલીક કોન્ર્ટાકટર સ્થળ પર આવી રોડ પર પડેલ ખાડાઓ પર ડમર છાંટી જેમતેમ ખાડા પુરી રીપોર્ટ કરી દેવાયો હતો આજે પણ આ રસ્તા પર ખાડા દેખાઇ રહ્યાછે જેની વિજીલેન્સ દ્વારા તપાસ કરાવવા માંગ કરાઇછે તેમજઆ રસ્તો ફરીથી નહી બનાવવામાં આવેતો ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવુ અરજીમાં જણાવાયુ હતુ
				



