DAHODGUJARAT

વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિજ્ઞાન વાર્તાલાપમાં વર્લ્ડ રેકોર્ડ અભિયાન

તા. ૧૭. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિજ્ઞાન વાર્તાલાપમાં વર્લ્ડ રેકોર્ડ અભિયાન

નેશનલ સાયન્સ મુમેન્ટ માટે કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન ભારતી તેમજ ગુજરાતમાં વિજ્ઞાન ક્ષેત્ર માં રુચિ જગાડવા માટે કામ કરતી સંસ્થા વિજ્ઞાન ગુર્જરી અને અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને વિજ્ઞાન વિશે મહત્વ સમજાવવા કાર્ય કરતી સંસ્થા દાહોદ પ્રાંત દ્વારા વધુમાં વધુ યુવા વિદ્યાર્થીઓ ઇનોવેશન માટે જાગૃત અને પ્રોત્સાહિત થાય તે ઉમદા હેતુથી ચોથુ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં તારીખ ૧ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન ૬૬૬ થી વધુ વાર્તાલાપ નો આયોજન ૬૬૬ થી વધુ વિજ્ઞાન તજજ્ઞ મારફતે કરવામાં આવ્યું જેમાં ૬૮.૭૮૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.૪૧૯૭ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ૩૦ જિલ્લાઓએ ભાગ લીધો વિજ્ઞાન ગુર્જરીના ૧૧૦ સભ્યો ખૂબ જ મહેનત ઉઠાવી રેકોર્ડ બનાવ્યો જે ભારતીય બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાયો છે. ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પ્રોફેસર ચૈતન્ય જોશી સચિવ જીગ્નેશ બોરીસાગર અને માર્ગદર્શન હેઠળ તેમજ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન સ્ટેટ કોર્ડીનેટર અને દાહોદ જિલ્લા કોર્ડીનેટર કમલેશભાઈ લીમ્બાચીયા અને જિલ્લા કોર્ડીનેટર ચેતનકુમાર પટેલ ના આયોજનમાં દાહોદ જિલ્લાની ૩૫ શાળાઓમાં ૩૫ વિજ્ઞાન વિષયના તજજ્ઞ દ્વારા જુદા જુદા ભારતીય વૈજ્ઞાનિકો તેમજ તેમના કાર્ય વિશે માહિતગાર કરી પ્રેરણા મેળવવાના વક્તવ્ય આપવામાં આવ્યા. આ કાર્યક્રમ નો ૬૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી લાભ લીધો આ ભગીરથ કાર્ય માટે સાથ અને સહકાર આપનાર આચાર્યશ્રીઓ ,તજજ્ઞશ્રીઓ, વિજ્ઞાનશિક્ષકો તમામ ને વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદાર થવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે

Back to top button
error: Content is protected !!