અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ l
અરવલ્લી જિલ્લામાં હાઈસ્કૂલમાં ચાલતા વોકેશનલ વિષયમાં ભરતી બાબતે ગેરરીતિ થયાં હોવાની ચર્ચાઓ જામી, અંગત માણસોને લીધા હોવાના આક્ષેપો
જ્યારથી પણ નવી શિક્ષણનીતિ નો અમલ થયો છે ત્યારે થી શિક્ષણ વિભાગમાં કંઈક ને કંઈક નવું જ જાણવા મળ્યું છે અને કેટલકે અંશે આ નવી શિક્ષણ નીતિ અસરકાર નહિ પણ ભ્રષ્ટાચાર વધારતી હોય તેવું લાગી રહયું જેને લઇ અવનવી ચર્ચાઓ જામી છે
શિક્ષણ વિભાગમાં હાલ અરવલ્લી જિલ્લામાં જે તે હાઈસ્કૂલમાં ચાલતા વોકેશનલ વિષય ને લઇ અવનવી ચર્ચાઓ જામી છે જેમાં મળતી માહિતી મુજબ ધોરણ 9 થી 12 સુધી નવા વિષય તરીકે વોકેશનલ વિષય જેમકે સીવણ, IT, બ્યુટીપાલર, ઇલેક્ટ્રિકલ, સહીત અનેક વિષયો નો સમાવેશ થાય છે અને આ વિષય અંતર્ગત વિષય શિક્ષક તરીકે શિક્ષકની નિમણુંક કરવામાં આવે છે જેમાં હાલ જિલ્લામાં નિમણૂંક થયેલા વોકેશનલ અંતર્ગત જે તે વિષય શિક્ષકો ને અવનવી ચર્ચા જામી છે
જેતે સ્કૂલમાં ધોરણ ધોરણ 9/10 માં વોકેશનલ વિષય તરીકે ચાલતા વિષયોમાં બ્યુટીપાર્લર, તેમજ સીવણ, કોમ્પ્યુટર, જેવા જુદા જુદા વર્ગ ચાલે છે જેમાં મળતી માહિતી અનુસાર જે તે જિલ્લામાં શિક્ષણવિભાગ દ્વારા એજન્સી હસ્તક આ ભરતી કરવામાં આવે છે જે અલગ અલગ રાજ્યના જેમ કે up,mp,ની એજન્સી દ્વારા જે તે ટ્રેડ ની જાહેરાત બહાર પાડી ઓફલાઈન અરજી મંગાવી ભરતી થતી હોય છે તે જાણવા મળ્યું હતું
હાલ અરવલ્લી જિલ્લામાં યોગ્યતા ન ધરાવતા હોવા છતાં અને NCVT હસ્ત સર્ટી ન હોવા છતાં તેમજ પ્રાઇવેટ સંસ્થામાં ખોટા સર્ટિફિકેટ ઉપર રૂપિયા લઇ ને ભરતી કરવામાં આવી છે તેમજ શિક્ષણ વિભાગની કચેરીમાં કામ કરતા અંગત માણસોના અને સબંધીઓ લોકોને સીધી યાદી શિક્ષણ વિભાગની કચેરી હસ્તક તૈયાર કરી જે તે એજન્સી ને મોકલી આપી ગેરકાયદેસર રીતે વોકેશનલ વિષયમાં ભરતી કરવામા આવી છે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે તો બીજી તરફ કેટલાક ITI ટ્રેડ કરેલા તેમજ અનુભવવી અને NCVT સર્ટી ધરાવતા લોકો બેરોજગાર બન્યા છે તેવી માહિતી સામે આવી છે જેને લઇ આ બાબતે જો અરવલ્લી જિલ્લામાં દરેક તાલુકામાં કરેલ વોકેશનલ વિષય ની શિક્ષકની ભરતી બાબતે યોગ્ય તપાસ થાય તો ઘણું બધું કૌભાંડ બહાર આવી શકે તેમ છે તે જાણવા મળ્યું હતું
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel