ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં જ્ઞાન સહાયકો પગાર અનિયમિત થતો હોવાના આક્ષેપો –હજુ સુધી નવેમ્બર મહિનાનો પગાર નથી થયો – ડીસેમ્બર મહિનો પૂર્ણ થવાના આરે :- જ્ઞાન સહાયકો

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં Gyan સહાયકોનો પગાર દર મહિનાની 1થી 5 તારીખ વચ્ચે થાય છે અરવલ્લી માં સમયસર કેમ નહીં...? - જ્ઞાન સહાયકો

અરવલ્લી

અહેવાલ :- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં જ્ઞાન સહાયકો પગાર અનિયમિત થતો હોવાના આક્ષેપો –હજુ સુધી નવેમ્બર મહિનાનો પગાર નથી થયો – ડીસેમ્બર મહિનો પૂર્ણ થવાના આરે :- જ્ઞાન સહાયકો

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં Gyan સહાયકોનો પગાર દર મહિનાની 1થી 5 તારીખ વચ્ચે થાય છે અરવલ્લી માં સમયસર કેમ નહીં…? – જ્ઞાન સહાયકો

અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગની Gyan સહાયક યોજના અંતર્ગત ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 100થી વધુ કરાર આધારિત શિક્ષકોને છેલ્લા 1 મહિનાનો પગાર મળ્યો નથી અને હવે આ ડિસેમ્બર મહિનો પણ પૂર્ણ થવાના આરે છે છતાં પગાર નથી થયો જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ગંભીર બની છે.દિવાળી બાદ નવેમ્બર મહિનો તથા ડિસેમ્બર મહિના ના 27 દિવસ પૂર્ણ થવા આવ્યા છતાં પણ હજુ સુધી અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા Gyan સહાયકોનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ બાબતને લઈ શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.Gyan સહાયકોનું કહેવું છે કે તેઓ ભીખ નથી માંગતા, પરંતુ પોતાની મહેનત અને ફરજનું યોગ્ય વેતન માંગે છે. અનેક Gyan સહાયક ભાડાના મકાનમાં રહેતા હોવાથી સમયસર ઘરભાડું ચૂકવી શકતા નથી, જેના કારણે મકાન માલિકો દ્વારા મકાન ખાલી કરવાની ચીમકી આપવામાં આવી રહી છે.વિશેષ વાત એ છે કે અરવલ્લી જિલ્લાને છોડીને ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં Gyan સહાયકોનો પગાર દર મહિનાની 1થી 5 તારીખ વચ્ચે જમા થઈ જાય છે. જ્યારે અરવલ્લી જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં સામાન્ય રીતે પણ પગાર 20 તારીખ આસપાસ જ થાય છે. પરંતુ આ વખત તો તે પણ થયો નથી.પગાર બાબતે જ્યારે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરવામાં આવે છે, ત્યારે સંતોષકારક જવાબ મળતો નથી, જેના કારણે શિક્ષકોની ચિંતા વધતી જઈ રહી છે.તેવા આક્ષેપો સામે આવ્યા હતા આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લાના Gyan સહાયકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જિલ્લા શિક્ષણ વિભાગ તથા DEO કચેરી તાત્કાલિક પગાર ચૂકવે, જેથી તેઓ પોતાની રોજિંદી જીવનજરૂરિયાતો અને ઘરભાડા જેવી ફરજિયાત જવાબદારીઓ સમયસર પૂરી કરી શકે.

Back to top button
error: Content is protected !!