
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ ધ્વારા રસ્તાના એસ્ટ્યુમેન્ટ મુજબ પૂરે પૂરું રસ્તાનું કામ ન થતું હોવાના આક્ષેપો ઉઠ્યા..!!
સરકાર રોડ રસ્તા માટે લાખો રૂપિયાથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે જેના થકી રસ્તાઓ સારા અને લાંબો સમય સુધી ટકી રહે પરંતુ અરવલ્લી જિલ્લામાં રોડ રસ્તાના કામોમાં ને લઇ પહેલા પણ જાગૃત નાગરિકો ધ્વારા ભ્રષ્ટાચાર ની બૂમો ઉઠવા પામી હતી અને હવે સ્ટેટ વિભાગમાં રસ્તાના કામોને લઈ વર્ક ઓડર મુજબ કામો 100 ટકા ન થતા હોવાની વાતો વહેતી થતા જાગૃત નાગરિકો ધ્વારા આક્ષેપો ઉઠવા પામ્યા છે વધુમાં રોડ રસ્તા ના કામો માં કોન્ટ્રાક્ટરો , અધિકારીઓ તેમજ વચોટિયા મસ મોટી કટકી કરતા હોય તો નવાઈ નહીં..? જિલ્લામાં કેટલાય સ્ટેટ લેવલના રસ્તાના કામોમાં પૂરે પૂરું સો ટકા કામ ન થતા હોવાની વાતો વહેતી થતા હવે જવાબદાર તંત્ર મોડાસા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે સમગ્ર ઘટના ને લઈ રસ્તાના કામોને લઈ વર્ક ઓડર મુજબ કામ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તો કંઈક બહાર આવી શક તેમ છે વધુમાં આગામી સમયે જાગૃત નાગરિક ધ્વારા CMO સુધી ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે



