
ફ્રોમ 7 ના દુરુપયોગ ના આક્ષેપ સાથે ડેડીયાપાડા કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર આપ્યું.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/01/2026 – નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોંગ્રેસે ફોર્મ નંબર 7ના દુરુપયોગ સામે ડેડીયાપાડા તાલુકા ના મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આવેદન પત્રમાં ફોર્મ 7 ના ગેરરીતિ ભર્યો ઉપયોગનો મુદ્દો ઉઠાવી તાત્કાલિક દૂર પ્રયોગ અટકાવવા પગલાં લેવાની માંગ કરી છે.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે, ફ્રોમ 7 નો દૂર પ્રયોગ સામાન્ય લોકોના હિતોને નુકસાન પહોંચાડે છે અને ગેરરીતિઓને પ્રોત્સાહન આપે છે. આ મામલે તંત્ર દ્વારા ગંભીરતા દાખવી પારદર્શક તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.*
આવેદનમાં રજૂઆત કરાઈ હતી કે, કેટલાક ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે જેને સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ, જે લોકોએ ફ્રોમ નંબર 7 ભર્યા હોય તેમની જવાબદારી હોય છે કે એમણે તે અંગેના પુરાવા આપવાના હોય છે.
માંગણી કરી છે કે, તમામ ફોર્મ નંબર 7 ની ચકાસણી ઈ આર ઓ લેવલે થવી જોઈએ અને ફોર્મ નંબર 7 ભરનારને રૂબરૂ બોલાવી આધાર પુરાવા સહિત નિષ્પક્ષ રીતે તેની ચકાસણી થવી જોઈએ. અને મુખ્યતમ એ રીતે લઘુમતી સમાજને ટાર્ગેટ કરીને ફોર્મ ભરવામાં આવ્યા છે.
આ આવેદનપત્ર સુપરત કરવાના કાર્યક્રમમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ રાકેશભાઈ વસાવા, કાર્યકારી પ્રમુખ આનંદભાઈ વસાવા, લઘુમતી મોરચાના પ્રમુખ અજરૂદ્દીન શેખ, યુવા મોરચા પ્રમુખ અમીરભાઇ રાણા, કોંગ્રેસ વરિષ્ઠ આગેવાન મીરાભાઈ વસાવા, જેસીંગભાઇ, પ્રભુભાઈ વસાવા, રામસિંગભાઈ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




