
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
વલસાડ જીલ્લાના કાંજણ ગામે સ્થિત સન રાઈઝ શાળાના વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાય ગયો. જેમા મુખ્ય મહેમાન તરીકે સરકારી પોલીટેકનિક વલસાડ ના પ્રોફેસર નિરલ પટેલ હાજર રહ્યા અને પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું. તેમજ ડૉ.પંકજભાઈ, સારંગપુર નાસસરપંચ સતિષભાઈ,એડવોકેટકેયુરભાઈ,ખુશ્બૂબેન,જગબીર ભાઈ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ કંચનબેન, ટ્રસ્ટી યશભાઈ તેમજ અન્ય સ્ટાફ દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ શાળા પરિવાર ના તમામ સભ્યોને શાળા ભવિષ્યમાં પણ ઉત્તરોતર પ્રગતી કરે તે માટે મહેમાનો દ્વારા શુભકામનાઓ પાઠવવા માં આવી હતી.નાના ભૂલકાઓ દ્વારા ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આવેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ અને ગામના લોકો પણ હાજર રહ્યા હતા.


