BANASKANTHAGUJARATKANKREJ

નવનિર્મિત ઓગડ તાલુકાની ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન…

ઓગડ તાલુકા પંચાયત ની ૨૦ સીટો માટે ૯૬ જ્યારે જિલ્લા પંચાયત ની ૩સીટો માટે ૧૨ ઉમેદવારી ફોર્મ ભરાયા..

નવનિર્મિત ઓગડ તાલુકાની ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન…

ઓગડ તાલુકા પંચાયત ની ૨૦ સીટો માટે ૯૬ જ્યારે જિલ્લા પંચાયત ની ૩સીટો માટે ૧૨ ઉમેદવારી ફોર્મ ભરાયા..

ગત ટર્મમાં ઓગડ વિસ્તારમાં આવતી ત્રણેય જિ.પં.સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી અને તાલુકા પંચાયત માં પણ કોંગ્રેસે મેદાન માર્યું હતું..

બનાસકાંઠા જિલ્લા પંચાયતની
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલા દિવસે તાલુકા પંચાયતની ૨૦ અને જિલ્લા પંચાયત ની ૩ બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એ તેમના સમર્થકો સાથે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં થરા -૧ પે કેન્દ્ર શાળા પીએમસી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા ફોર્મ ભરવાના છેલા દિવસ સુધી કોંગ્રેસ કે ભાજપ પક્ષે ઉમેદવારો ની યાદી જાહેર ન કરતા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી અને કેટલાય ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી..

નવનિર્વાચિત ઓગડ તાલુકાનું રાજકારણ ગરમાયું છે.એકંદરે કોંગ્રેસ તરફી મતદાન થતો વિસ્તાર હોવા છતાં ભાજપ પાસે આ વિસ્તારમાં ગાબડું પાડવાની તક રહેલી છે વડા અને તેરવાડા જિલ્લા પંચાયત ની સીટ માં વર્ષોથી કોંગ્રેસમાં રહેલા કાર્યકરોએ નારાજ થઈ ભાજપમાં જોડાતા ભાજપને મહદ અંશે સફળતા મળે તેવું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે ભાજપની મહેનત હોવા છતાં સફળતા નહિંવત જ મળે છે.કાંકરેજ તાલુકામાંથી વિભાજન કરી ઓગડ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે. જે વિસ્તારમાં પહેલાં ઉણ,તેરવાડા તેમજ વડા ત્રણ જિલ્લા પંચાયત સીટો હતી.જો કે નવા તાલુકાની રચના બાદ પણ ઓગડ તાલુકામાં જિલ્લા પંચાયતની ત્રણ જ સીટ છે.પરંતુ જુની ઉણ સીટમાં સીમાંકનમાં ફેરફાર કરી તાણા સીટ બનાવવામાં આવી છે.મહત્વનું એ છે કે ઓગડ તાલુકો એ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખનું હોમ ગ્રાઉન્ડ છે.છતાં સ્થાનિક સ્વરાજ્યની ગત ચૂંટણીમાં આ વિસ્તારની ત્રણેય સીટો કોંગ્રેસને ફાળે ગઈ હતી. તેમના ગામની સીટ ખારિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નો વિજય થયો હતો જ્યારે વિધાનસભામાં પણ કોંગ્રેસની જીત થઈ હતી.તો આ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે મોવડી મંડળ દ્વારા ગત વિધાનસભા ટર્મમાં મંત્રી પદ પણ આપ્યું હતું.જ્યારે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પદ પણ આજ વિસ્તારમાં આપ્યું છે.છતાં કોંગ્રેસ ઓગડ તાલુકા વિસ્તારમાં ભાજપ ને ટક્કર આપી રહી છે.ઓગડ તાલુકામાં નવા સીમાંકન પ્રમાણે જિલ્લા પંચાયતની તાણા સીટ માટે કોંગ્રેસના જ્યોત્સનબા પુરણસિંહ વાઘેલા ભાજપ તરફથી રેખાબેન તેજાભાઈ દેસાઈ,તેરવાડા સીટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઠાકોર સમાજના અગ્રણી મકવાણા ભૂપતજી નાગજીજી જ્યારે ભાજપમાંથી તેરવાડા ના પૂર્વસરપંચ બાબુજી કુંવરજી ઠાકોર તેમજ વડા સીટ ઉપર કોંગ્રેસના ચમનજી રાઠોડ ના ધર્મ પત્ની ખેમીબેન રાઠોડ સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાની પુત્રવધુ વિલાસબા મુકેશસિંહ વાઘેલા ચૂંટણી મેદાને ઉતર્યા છે.તાણા સીટમાં સામાન્ય સ્ત્રી,તેરવાડા સીટમાં બિનઅનામત સામાન્ય તથા વડા સીટ સામાન્ય સ્ત્રી કેટેગરીમાં ફાળવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા વિકાસ તેમજ નવા તાલુકાના નામે વોટ માંગશે.

બોક્ષ – વિસ્તારની સમસ્યાઓ –

ઓગડ તાલુકામાં મુખ્યત્વે પાયાની સમસ્યાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેમાં મુખ્યત્વે ઓગડ તાલુકાના વડા મથક થરા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઈટો નો અભાવ,સર્વિસ રોડ ઉપર ચોમાસામાં વારંવાર પાણી ભરવાની સમસ્યા,તાલુકાના રસ્તાઓ ઉપરાંત ભલગામ ટોલટેક્સમાં સ્થાનિકોએ વારંવાર ભરાવો પડતો કમર તોડ ટેક્સના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઘણી શાળાઓમાં રૂમ પણ નથી રૂવેલ તેરવાડા,માંડલા,નાથપુરા, કાશીપુરા જેવા કેટલાય રસ્તાઓ ની માંગ પૂરી કરાઈ નથી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!