HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમાં નીકળ્યું ભવ્ય જુલૂસ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૯.૨૦૨૪

ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજ રત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે સોમવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે સોમવારના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારી તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.

 

Back to top button
error: Content is protected !!