વડા સાંપરિયાવાસ પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ પ્રાથમિક શાળા પરિસરમા આજરોજ ૨૧ મી જૂન દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે શાળાના શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોગીક ક્રિયાઓ કરી હતી.શાળાના આચાર્ય પ્રવીણભાઈ માધુએ યોગથી થતા શારીરિક ફાયદાઓ અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવન શૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે.યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે.અંદાજે પાંચ હજાર વર્ષ પહેલાં પતાંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે.યોગ એ પ્રાચીન વિદ્યા છે જેનાથી આપણા ઋષિ મુનિઓએ ધ્યાન ધરીને વર્ષો સુધી તપ કર્યું હતું.યોગ કરવાથી આપણને શારીરિક અને માનસિક રીતે ખુબજ ફાયદો થાય છે.બાળકોને યોગ કરવાથી પોતાના વિદ્યાભ્યાસ માં પણ ખૂબજ ઉપયોગી સાબિત થાય છે માટે નિયમિત રીતે યોગ કરવા વિધાર્થીઓને સૂચન કર્યું હતું. શાળાના શિક્ષક બી.કે. સોલંકી, એમ.યુ.ઝાલાએ સુંદર આયોજન કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા




