અંબાજી 108 ની ટીમે પ્રાથમિક સારવારની સાથે પ્રમાણિકતાનું ફરજ નિભાવ્યું

6 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ચાલતી નિઃશુલ્ક 108 એમ્બ્યુલન્સ સેવા જે ગુજરાત ભરમાં મોખરે છે અને અત્યાર સુધીમાં અનમોલ જીવ બચાવ્યા છે.
અંબાજી 108 ની ટીમને તારીખ 5 ના રોજ એક રોડ અકસ્માતનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ અંબાજી 108 ના ટીમના ઈએમટી અલકાબેન અને પાયલોટ સંજયભાઈ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા.ઘટના સ્થળે પહોંચીને દર્દીને તપાસતા દર્દી બેભાન હાલતમાં હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યાં તાત્કાલિક તેમને સ્ટેચરની મદદથી 108 એમ્બ્યુલન્સમાં લઈને પ્રાથમિક સારવાર આપી ને વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા દર્દી બેભાન હતા અને તેમની સાથે જે સગા હતા તેમને પણ થોડી ઈજાઓ હતી અને તેમની પાસેથી ૨ મોબાઈલ ફોન, રોકડ રકમ અંદાજિત 30,000, એટીએમ કાર્ડ અને જરૂરી દસ્તાવેજો તેમની સાથે હતા. આ તમામ વસ્તુઓ અંબાજી 108 ટીમ દ્વારા તેમના સગા વહાલાઓને પરત કરી હતી અને તેમના સગાવ્હાલા એ 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.




