GUJARATMEGHRAJ

મેઘરજ ના મોડાસા રોડ પર આવેલી ખુલ્લી ગટર માં વધુ એક બાઈક ચાલક પટકાયો :ખુલ્લી ગટરો કોઈની જાન લેશ તો જવાબદાર કોણ.? ગ્રામપંચાયતની વધુ એક લાલિયાવાડી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ના મોડાસા રોડ પર આવેલી ખુલ્લી ગટર માં વધુ એક બાઈક ચાલક પટકાયો :ખુલ્લી ગટરો કોઈની જાન લેશ તો જવાબદાર કોણ.? ગ્રામપંચાયતની વધુ એક લાલિયાવાડી

મેઘરજ શેરમાં વધુ એક વાર ગ્રામપંચાયત ની લાલિયાવાડી સામે આવી હોય તેવા દ્રશ્યો સર્જાય છે વારંવાર મેઘરજ ગ્રામપંચાયત વિવિધ બાબાતોમાં ચર્ચામાં રહી છે જેમાં સરપંચ થી લઇ તલાટીની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉદભવ્યા છે છતાં હજુ પણ કાર્યવાહી ની બાબતે કઈ જ બહાર આવતું ન હોય તેવો ઘાટ છે

મેઘરજના મોડાસા રોડ પર આવેલી ખુલ્લી ગટર માં વધુ એક બાઈક ચાલક પટકાયો હોવાની ઘટના બની હતી જેમાં ખુલ્લી ગટરો કોઈની જાન લેશ તો જવાબદાર કોણ.?જેવા પ્રશ્નો ઉદભવ્યા છે ગટરમાં ખાબકેલ બાઈક ચાલકને સ્થાનિક દુકાનદારો એ જીવ ના જોખમે બાઈક અને બાઈક ચાલક ને બહાર કાઢ્યો હતો ખુલ્લી ગટર પર સ્લેબના હોવાના કારણે ગંદગી થી ખદબદતી ગટર માં નિર્દોષ માણસ નો જીવ હણાય તેવી સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે મેઘરજ ગ્રામપંચાયત દ્વારા ગટર પર બનાવેલા સ્લેબ ગટર ની સફાઈ કરવાના નામે તોડી પાડ્યા હોવાની ચર્ચાઓ પણ જામી છે પરંતુ પંચાયત ની નબળી કામગીરી દુકાનદારો માટે બકરું કાઢતાં ઊંટ પેઠું જેવી સ્થતિ નું નિર્માણ કરી ગઈ છે તેવો ઘાટ હાલ તો જોવા મળી રહયો છે.મેઘરજ ગ્રામપંચાયત વારમવાર ચર્ચામાં જોવા મળતા કામગીરી સામે અનેક સવાલો પણ ઉદભવ્યા છે મેઘરજ ગામ પંચાયત ના સત્તાધિશો દુકાનદારો તેમજ વાહન ચાલકો ના હિત માં નિર્ણય કરી સ્લેબ ની કામગીરી શરૂ કરાવે તે જરૂરી બન્યું છે

Back to top button
error: Content is protected !!