GUJARATKUTCHMANDAVI

જતવાંઢ (ઝુરા) પ્રા. શાળામાં ૭૮ માં સ્વાતંત્ર્ય-દિન ની ઉજવણી કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૬ ઓગસ્ટ : જતવાંઢ ઝુરાની પ્રાથમિક શાળા ના પટાંગણમાં ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆતમાં શાળાના આચાર્ય રાણાજી જાડેજા દ્વારા પધારેલ ગ્રામજનો અને મહેમાનો નો શાબ્દિક સ્વાગત કરીને પ્રાસંગિક ઉદબોધન આપી સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી નો મહત્વ સમજાવવામાં આવ્યું. આ તકે વાલીઓ તેમજ અગ્રણી ઓ શાળાના વિકાસ માટે શિક્ષકો ને મદદરૂપ થાય એવી ટહેલ કરવામાં આવેલ. ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભુજ તાલુકા પંચાયતના સદસ્ય મામદરહીમ જતના હસ્તે ધ્વજારોહણ કરી દેશની આન-બાન-શાન સમાન તિરંગા ને ઉપસ્થિત તમામ લોકો દ્વારા સલામી આપીને દેશના વીર સપૂતો એવા શહીદોની કુરબાની ને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામા આવેલ. આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત,નાટક, વક્તવ્ય તેમજ પિરામિડ રજૂ કરવામાં આવેલ. આ તકે ઉપસ્થિત ગ્રામજનો બાળકોની રજૂઆત ને જોઈ ભાવવિભોર થઈ ને બાળકોને પ્રોત્સાહિત કરેલ. કાર્યક્રમના અધ્યક્ષ એવા ભુજ તાલુકા પંચાયત ના સદસ્ય ભાઈ મામદરહીમ જત તેમજ એસ.એમ.સી.અદયક્ષ અબ્દુલ્લ જત અને ઉપસરપંચ ઓસમાણ તેમજ ઈબ્રાહિમ દ્વારા પ્રાસંગિક પ્રવચનમા શાળા અને ગામના વિકાસ માટે હર-હમેશ સહયોગી થવાની ખાતરી આપવામાં આવેલ. આતકે વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર બાળકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર બાળકો ને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન -પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમમાં એસ.એમ‌.સી. ના સભ્યો હુસેન, ,ફકીરમામદ, અબ્દુલ્લા, જાકબ, હાજીઈસ્માઈલ ,મૌલાના અલીમામદ, ,ઉંમર, આરબ,.જુમા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા સહયોગ આપેલ. આ તકે મામદ રહીમના પરિવાર તરફથી તમામ બાળકોને અલ્પાહાર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રાણાજી જાડેજા ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ આબેદાબાઈ અને નાસીર જત દ્વારા કરવામાં આવેલ જ્યારે આભારવિધિ શાળાના શિક્ષિક મોહસીન પટેલ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા એસ.એમ.સી.સભ્યો સાથે શાળાના શિક્ષકો સોનલબા જાડેજા , ઉમા પટેલ, મનીષા પટેલ ,મયંક દુદાણી તેમજ દિપીકા પટેલે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!