અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના વિભાગોમાં ખદબદતા ભ્રષ્ટાચાર વચ્ચે તંત્રની છબી સુધારવા હવે,માહિતી ખાતું મેદાને આવ્યું છે કે શું ?
અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના વિભાગોમાં ખદબદતા ભ્રષ્ટાચાર વચ્ચે તંત્રની છબી સુધારવા હવે,માહિતી ખાતું મેદાને આવ્યું છે કે શું ? તંત્રની કામગીરીથી નારાજ અરવલ્લી જિલ્લાની જનતા માં એક વિશ્વાસ ઉભો કરવા માટે અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ દ્વારા ગેર માર્ગે દોરવાના પ્રયાસ નો ભાંડો ફૂટ્યો છે.અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામીણ માર્ગોનું સમારકામની કામગીરી હાથ ધરી છે, એ વાત તદ્દન સાચી છે,પરંતુ દિવા તળે અંધારું હોય એવો ઘાટ સ્પષ્ટ પણે જણાઈ આવે છે.મોડાસા તાલુકાના મરડીયા પાટિયાથી વરથું દધાલિયા વચ્ચેના અપ્રોચ રોડનું સમારકામ કરવામાં આવ્યું.પરંતુ માત્ર ફોટા પડાવવા માટે જ આ સમારકામ હાથ ધર્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે,અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ ને કહેવામાં આવ્યું હશે એટલે માર્ગ અને મકાન વિભાગની સુંદસ કામગીરીના પ્રચાર પ્રસાર માટે માહિતી સેર કરી હશે પરંતુ,સત્યતા કેમ ન તપાસી તે એક સવાલ ઉઠ્યો છે,હકીકતમાં સમારકામતો કરવામાં આવ્યું પણ તેમાં વેઠ જોવા મળી છે,મરડીયા થી દધાલીયા સુધીનો માર્ગ આજે પણ બિસ્માર હાલતમાં છે.વહીવટી તંત્ર દ્વારા લોકોને ઉલ્લુ બનાવતા પહેલા સત્યતા તપાસવી જોઈએ,કારણ કે તંત્ર કરતા જનતા બહુ હોશિયાર છે.જે પણ હોય બાકી સમારકામની કામગરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.