BANASKANTHADEODARGUJARAT

LPG ગૅસ ની અછત વચ્ચે બાયોગેસ બન્યો ગામડાઓ ના લોકો માટે સહારો 

LPG ગૅસ ની અછત વચ્ચે બાયોગેસ બન્યો ગામડાઓ ના લોકો માટે સહારો

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

 

વાવ – થરાદ અને બનાસકાંઠા જિલ્લો બાયો ગેસ માં ગુજરાત માં અવ્વલ નંબર બન્યો. ઈરાન ઈરાક યુદ્ધ વચ્ચે ગૃહિણીઓ નો LPG ગૅસ રસોઈ માટે મોટી મુસીબત બન્યો છે ત્યારે LPG ગેસની અસત વચ્ચે ગામડાઓ ના લોકો ના સહારો ગોબરગેસ અવ્વલ પુરવાર થયો છે…

 

પહેલા ગામડાઓ લોકો માટીના ચૂલા પર રસોઈ બનાવતા હતા..લાકડાઓ થી બનતી રસોઈ આજના જમાનામાં ગામડાઓ ના લોકો ભૂલી ગયા હતા.પણ જૂની પરંપરા ની યાદો તાજી કરાવવા LPG ગૅસ અછત વર્તાતા ફરી ચૂલો ફૂંકવાનું લોકો યાદ કરી રહ્યા છે. ત્યારે ચૂલો ફૂંકવાનું મોડ મોડ લોકો વચ્ચે ગૃહિણીઓ રસોઈ બનાવતા હોય છે. ત્યારે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ગામડાઓ માં ગોબર ગેસ પ્લાન્ટ LPG ગેસની અસત વચ્ચે મોટો સહારો બન્યો છે..

 

ગામડાઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હવે ગાય ભેંસ ના લીલા ગોબર અને ધરણ માં થી ગોબર ગેસ ઉત્પન્ન થાય છે જે ગામડાઓ ના પશુપાલકો માટે મોટા આશીર્વાદ સાબિત થયા છે.. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં 1411 ગોબર ગેસ કનેકશન સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. સરકારના ગોબર ધન પ્રોજેક્ટ અંતર્ગત વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગોબર ગેસ પ્લાન્ટ કાર્યરત્ છે. જેમાં વાવ થરાદ જિલ્લા ના દિયોદર ના નાનકડા ગામના નવા ગામ માં 150 થી 200 ગોબર ગેસ ના પ્લાન્ટ થી પશુપાલકો એમાંથી મળતાં ગૅસ માંથી સવાર ની ચા થી શરૂ કરી આખા દિવસ ની રસોઈ બને છે.. પશુપાલકો આ ગેસ પર થી રોટલા, રોટલી, શાક, દાળ ભાત અને પાણી ગરમ કરવાની અનેક ઉપયોગી ગોબર ગેસ પર પૂરું પાડે છે. ત્યારે ઈરાન ઈરાક ના યુધ્ધ વચ્ચે વિદેશ થી મંગાવવો પડતો LPG ગેસની અસત વર્તાઈ રહી છે ત્યારે LPG ગૅસ અછત વચ્ચે બાયોગેસ આશિર્વાદ સાબિત થયા છે.

 

એક દોડિયુ ગાય ભેંસ ના ગોબર માં થી પાણી નાખી આખી સેલરી તૈયાર કરી ગોબર ગેસ ફુગ્ગા માં ગોબર નું લિક્વિડ નાખી બરાબર ગોબર ને હલાવી ચાર કલાક માં ગોબર ગેસ ઉત્પન્ન થાય છે જે ગેસ ના ઉપયોગ થી સવાર સાંજ રસોઇ અને સવાર બપોર સાંજ ચા પણ બને છે.

Back to top button
error: Content is protected !!