અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : દીવાળી તહેવાર વચ્ચે જ ખેડૂતો ખાતર માટે લાઈનોમાં ..? શિયાળુ પાક ની શરૂઆત માં જ મેઘરજમાં ખાતર માટે લાંબી કતારો શરૂ થઇ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં શિયાળુ પાકની શરૂઆત સાથે જ ખાતરની અછત સર્જાઈ હોય તેવો ઘાટ છે અને ખેડૂતોના લાઈનો ના ધ્રશ્યો સામે આવ્યા છે ઘઉંના પાક માટે જરૂરી યુરિયા અને ડીએપી ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી જ તાલુકા સહકારી સંઘ કચેરીએ લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા.સ્થળ પર સો જેટલા ખેડૂતો લાંબી કતારમાં ઉભા રહ્યા હતા, જેના કારણે ભારે અવ્યવસ્થા જોવા મળી. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે સીઝનની શરૂઆતમાં ખાતર માટે આવો તંગીનો માહોલ સર્જાય છે, પરંતુ તંત્ર તરફથી યોગ્ય આયોજન થતું નથી.ખાતરની અછત અને ધીમા વિતરણને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેટલાક ખેડૂતોનું કહેવું હતું કે “પાકની વાવણી માટે સમયસર ખાતર ન મળવાથી નુકસાન સહન કરવું પડે છે.”તાલુકા સ્તરે તંત્ર દ્વારા પુરવઠા વધારવાની માંગ સાથે ખેડૂતો એ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે જેથી વાવણીમાં વિલંબ ન થાય.પરંતુ જે પ્રકારે શિયાળા ની શરૂઆત માં ઘઉં ના પાકની સીઝનમાં જ ખાતરો માટે લાઈનો શરુ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે