વડોદરા:જુમ્મા મસ્જિદ વાળા હજરત સૈયદ મોઈનુંદ્દિંન બાબા કાદરી સાહેબના જનાજામાં માનવ મહેરામણ ઉમટયું,લોકચાહના ધરાવનાર સૂફીસંતનું મેમણ કોલોની ખાતે આવેલ દરગાહમાં દફનવિધી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
સાજીદ વાઘેલા.કાલોલ
તા.૧૯.૯.૨૦૨૪
વડોદરા શહેરના સૂફીસંત અને માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરીએ ફાની દુનિયાને મંગળવારે રાત્રે 9.30 કલાકે અલવિદા કહેતા તેમના અંતિમ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું.તેમના મુખ દર્શન કરવા માટે દેશ વિદેશથી તેમના અનુ યાઈઓનું માનવ મહેરામણ ઉમટયું હતું. જોકે બુધવારના રોજ તેઓના મુખ દર્શન માટે તેઓના પાર્થિવ દેહને ખાટકિવાડામાં આવેલ ગૌસીયા મસ્જિદ પાસે તેઓના નિવાસ્થાને મુકવામા આવ્યુ હતું. જ્યારે હજારોની સંખ્યામાં આવેલ લોકોએ તેઓના દર્શન કર્યા હતા અને બુધવારે રાત્રે ઈશાની નમાઝ બાદ તેઓના જનાજાને ઉઠાવવામાં આવ્યો હતો.જે શહેરના વિવિધ વિસ્તારોમાં થઇ માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદ ખાતે તેઓના જનાંજાની સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી જેમાં તેઓના સુપુત્ર સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીએ નમાઝ પઢાવી હતી અને ત્યારબાદ તેઓની અંતિમ યાત્રા નીકળી હતી.જે શહેરના આજવા રોડ પર આવેલ ધનાની પાર્ક મેમણ કોલોનીમાં અઝિમે મીલ્લતની દરગાહ ખાતે પહોંચી હતી અને ત્યાં તેઓની મોડી રાત્રે દફનવિધિ ધાર્મિક વિધિ પ્રમાણે કરાઈ હતી.જેમાં દેશ વિદેશથી સૂફી સંતો તેમજ તેમના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા તેમના અનુયાયીઓ માં ભારે શોક પસરી જવા પામ્યો હતો અને રડતી આંખે તેઓને વિદાય આપી હતી.વાત કરીએ તો વડોદરા શહેરમાં ખાનકાહે એહલે સુન્નતના નામે રૂહાની મરકજ આવેલ છે જે 1950 માં અજીમે મિલ્લત હજરત સૈયદ અઝીમુદ્દિંન જીલાનીયુલ કાદરી બાબાએ કાયમ કરી હતી અને હઝરત સૈયદ અઝીમુદ્દિંન બાબાએ 1989 માં આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ ખાનકાહે એહલે સુન્નત કાદરીયા, ચિસ્તીયાની મહેફિલ શાહીબે સજ્જાદાની હેશિયત થી અજીમૂદ્દીન બાબાના શહેજાદા સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરીએ આ ખાનકાના ફાઈજ એટલે કે નિગરાની કરી રહ્યા હતા અને તેઓની નિગરાણીમાં આ ખાનકાહ ચાલતી હતી.જ્યારે દર ગુરુવારે જુમ્મા મસ્જિદ ખાતે ખાનકાહ ભરાતી હતી જેમાં મોટી સંખ્યામાં તેમના અનુયાઇઓ ત્યાં પોતાની તકલીફો લઈને આવતા હતા અને ત્યાં સૈયદ મોઇનુદ્દીન બાબા તેમના માટે દુઆ કરતા હતા અને તેઓની તકલીફો દૂર થતી હતી.જોકે તેઓએ પોતાની જિંદગી ખ્લકએ ખુદામાં ગુજારી હતી અને તેઓનુ જીવન પણ સાદગી ભર્યું રહ્યું હતું.જોકે દુનિયાને અલવિદા કહેતા તેઓના દર્શન કરવા માટે અને તેઓના જનાજામાં હાજર રહેવા માટે દેશ વિદેશ તેમજ ગુજરાતના વિવધ શહેરો સૌરાષ્ટ્ર સહિત રાજ્ય સહિત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાન, કોલકાતા,બિહાર,ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાથી તેઓના અનુયાઈયો તેમજ અનેક નામી અનામી સુફી સંતો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે તેઓની દફનવિધિ આજવા રોડ પર આવેલ ધનાની પાર્ક મેમણ કોલોનીમાં આવેલ અઝીમે મિલ્લતની દરગાહ ખાતે મોડી રાતે કરવામાં આવી હતી જેને લઇને તેઓના અનુયાયીઓએ રડતી આંખે તેઓને વિદાય આપી હતી.વાત કરીએ તો સેવાકીય કાર્યોમાં પણ તેઓ અંગ્રેસર રહ્યા હતા જેમાં સામૂહિક નીકાહનું ભવ્ય આયોજન દર વર્ષે દરગાહ ખાતે કરવામાં આવે છે અને લોકો તેનો લાભ પણ લે છે.જ્યારે વાર તહેવાર આવે ત્યારે શહેરની અનેક હોસ્પિટલોમાં ફ્રુટ,અનાજ કીટ તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓની કીટનું વિતરણ પણ કરવામા આવે છે.જ્યારે વડોદરામા પૂરની સ્થિતિ સર્જાઈ અને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા ત્યારે નિસ્વાર્થ ભાવે નાત જાત જોયા વગર સૈયદ મોયુંનુદ્દીન બાબાના સુપુત્ર સૈયદ અમીરુદ્દીન બાબા તેમજ સૈયદ કબીરુદ્દીન બાબાએ કેટલાક વિસ્તારોમાં અનાજની કીટોનું વિતરણ પણ કર્યું હતું.તેવી તો અનેક સેવાકીય કાર્યો હાથ ધરી રહ્યા છે.જ્યારે સૈયદ મોઇનુંદિન બાબાએ ફાની દુનિયાને અલવિદા કહેતા ખાનકાહે એહલે સુન્નતના નવા સજ્જાદા નશિન તરીકે સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તેમજ નાયબ સજ્જાદા નશિન તરીકે તેઓના નાના સુપુત્ર સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીને ખાનકાહની જીમ્મેદારી સુફી સંતો તેમજ કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ બેડીવાલા ની હાજરીમાં સોંપવામાં આવી હતી અને આ ખાનકાહ હજી ઉતરો ઉત્તર પ્રગતિ કરે તેવી દુવા કરવામા આવી હતી જ્યારે તેઓની અંતિમ યાત્રાને લઇ શહેર માં ઠેક ઠેકાણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.














