GUJARAT

ધારીખેડા સુગર ફેક્ટરીમાં કરોડના ખર્ચે નિર્મિત 30 મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ.

ધારીખેડા સુગર ફેક્ટરીમાં કરોડના ખર્ચે નિર્મિત 30 મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ.

;

;

નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. ધારીખેડા સ્થિત નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે નવનિર્મિત 30 મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે બટન દબાવીને ધારીખેડા સુગર ફેક્ટરીના આધુનિક પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ધારીખેડા ફેક્ટરી પરિસરમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 30 મેગાવોટના પાવર કો-જનરેશન પ્લાન્ટથી ખાંડના ઉત્પાદન સાથે વીજળીનું પણ ઉત્પાદન થશે, જે મંડળીની આવકમાં વધારો કરશે અને પર્યાવરણને પણ અનુકૂળ રહેશે.
સંસ્થા ના Ceo નરેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ કાર્યરત થવાથી શેરડી પકવતા હજારો ખેડૂતોને આર્થિક ફાયદો થશે. સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા માટે આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
આ લોકાર્પણ બાદ હવે ધારીખેડા સુગર ફેક્ટરી માત્ર ખાંડના ઉત્પાદન પૂરતી સીમિત ન રહેતા, ઊર્જા ક્ષેત્રે પણ પગભર થશે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ફેક્ટરીના સભાસદો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!