
તા.૧૧.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થઈ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયા ખાતે રહેતા શંકરભાઇ પ્રતાપભાઇ રાઠવાની ૨૧ વર્ષીય દીકરી નામે અમિતાબેન અમિતાબેન રાઠવા તારીખ ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ગામ જામરણ ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે, જેની તપાસ કરવા છતાય આજ દિન સુધી મળી આવેલ નથી.
ગુમ થનારનું વર્ણન
નામ : અમિતાબેન શંકરભાઈ રાઠવા ઉમર : ૨૧ વર્ષ ધંધો : ઘરકામ રહેઠાણ : જામરણ ગામ (બારીઆ ફળીયુ) તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ પહેરવેશ : શરીરે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. શરીરનો બાંધો : મધ્યમ ઉંચાઇ : આશરે સવા પાંચ ફુટવર્ષ : રંગે સાધારણ શ્યામ વર્ણ 



