હાલોલ- વડોદરા રોડ પર આવેલ સ્મશાન ગૃહ ની ૨૦૦ ફૂટ લાંબી દીવાલ ધરાશયી થઇ જતા ભારે નુકશાન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૬.૨૦૨૫
હાલોલ નગર ખાતે ચાર દિવસ પહેલા અતિથિ ભારે વરસેલા વરસાદને કારણે નગરના વડોદરા રોડ સ્થિત સ્મશાન ગૃહ ની ૨૦૦ ફૂટ લાંબી દીવાલ ધરાશયી થઇ જતા ભારે નુકશાન થયું હોવાથી ટ્રસ્ટ દ્વારા નગર પાલિકાને એક લેખિત અરજી આપી વરસાદ ને કારણે સ્મશાન ને થયેલ નુકશાન નું સર્વે કરી ઘટતું કરવા ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું છે.હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં ગુજરાત ભરમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.તેવા સમયમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે માઝા મૂકી છે તેમાં હાલોલ નગર ખાતે પણ આથી ચાર દિવસ પહેલા અતિ ભારે વરસેલા વરસાદને કારણે હાલોલ નગર ના વડોદરા પર વિશ્વામિત્રી ના કોતર ઉપર આવેલ શાંતિવન સ્મશાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ ની ૨૦૦ ઉપરાંત લાંબી દીવાલ ધરાસાય થઇ જતા સ્મશાન ને ભારે નુકશાન થયું હતું.ભારે વરસાદને કારણે પાણી સ્મશાન માં ઘૂસી જતા અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવેલ ૧૫૦૦૦ કિલો લાકડા પણ પાણીના વેણ માં તણાઈ ગયા હતા.જેને લઇ સ્મશાન ટ્રસ્ટ ને ભારે નુકશાન થયું હોવાને કારણે ટ્રસ્ટ દ્વારા સ્મશાન ને થયેલા નુકશાન ને કારણે હાલોલ નગર પાલિકાને એક લેખિત અરજી કરી વરસાદ ને કારણે સ્મશાન ને થયેલ નુકશાન નું સર્વે કરી ઘટતું કરવા ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું છે.






