
તા.૨૧.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામમાંથી ડાકણ ના અંધ વિશ્વાસ થી હેરાન થતા પરિણીતા ની મદદે અભયમ લીમખેડા
લીમખેડા તાલુકાના એક ગામમાંથી એક બેને કોલ કરીને જણાવેલ કે મારા દાદા સસરા બીમાર હતા અને એમને પગે કઈક જીવજંતુ ડંખ મારીને કરડી ગયેલ અને પગ સારો થતો ન હતો અને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં પગ કપાવી નાખેલ અને એનાં ત્રણેક દિવસ માં મારા મોટા સસરા મૃત્યુ પામેલા તો અમને ત્યાં મરણ માં બેસવા પણ નહિ દેતાં. અને ત્યાંથી એમને ભગાડી મૂક્યા અને કે છે. કે તું ડાકણ છે એટલા માટે મારા પપ્પા મૃત્યું પામ્યા છે. એવી કહી ને મારા કાકા સસરા અને કાકી સાસુ દરરોજ નશો કરીને અપશબ્દો બોલે છે. અને મારવાની ધમકી આપે છે અને કહે છે કે.. અમારી જમીન માં થઈને જવાનુ પણ નહિ એવું કહીને હેરાન કરે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ મદદ માગી ૧૮૧ ની ટીમ સ્થળ પર પહોંચી અને પીડિતા બેનના કાકા સસરા અને કાકી સાસુ સાથે અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકિય માહિતી માર્ગદર્શન આપ્યું તેમજ તેમને ડાકણ કહેવું એ ગુનો છે.અને જે પણ બીમાર થાય કે.. કઈ પણ આપણને વ્હેમ શંકા રાખ્યા વગર હોસ્પિટલ લઈ જઈ તેમને સારવાર કરાવવી જોઈએ. 




