BHARUCHGUJARATNETRANG

નેત્રંગ નગરમા દુંદાળાદેવની શોભાયાત્રાને ઠેરઠેર ખાડાઓ માંથી પસાર થવુ પડશે ?

નેત્રંગ નગરમા દુંદાળાદેવની શોભાયાત્રાને ઠેરઠેર ખાડાઓ માંથી પસાર થવુ પડશે

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૫/૦૯/૨૦૨૩

 

નેત્રંગ નગરમા વિધ્નહર્તા શ્રી ગણેશજીની દસ દિવસ બાદ ભવ્ય શોભાયાત્રા સાથે તારીખ ૨૮મી સપ્ટેમ્બર ના રોજ વિદાય આપવાની તડામાર તૈયારીઓ દરેક પંડાલો થકી ચાલી રહી છે. જેમાં ડી.જે.ભજન મંડળીઓ, બેન્ડ પાર્ટીઓ સાથે નગરના તમામ વિસ્તારો માંથી આ ભવ્ય વિશર્જન શોભાયાત્રા નિકળશે.

 

જેમા લાલમંટોડી, ડેડીયાપાડા રોડ, શાંતિનગર, કોસ્યાકોલા જવાહરબજાર ઉપરોક્ત તમામ પંડાલોની શોભાયાત્રા પ્રથમ જલારામ મંદિર ગાંધીબજાર ખાતે એકત્ર થાય છે. જ્યારે જુના નેત્રંગ, જીનબજાર વિસ્તાર ના પંડાલોના શ્રી ગણેશજીની શોભાયાત્રા પણ ગાંધીબજાર જલારામ મંદિર ખાતે એકત્ર થાય છે. ગાંધીબજાર ના શ્રી માંઈ મંડળના પણ ગજાનંદ ની શોભાયાત્રા પણ આ સાથે નિકળતી હોય છે. ત્યારે ગ્રામપંચાયત ના સરપંચ તેમજ ચૂંટાયેલા સભ્યો, સતાધિશો થી લઇ ને માગૅ-મકાન વિભાગ, નેશનલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ( એન.એચ.યુ.આઇ) ના કર્મચારીઓની બેદરકારીને લઈ ને તમામ માર્ગો પર ઠેરઠેર એક થી બે ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે જે શ્રીજી ની શોભાયાત્રા ને નડતર રૂપ હોય જેને લઇ ને ભાવિકભક્તજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રીજી ના વિદાયની શોભાયાત્રા નિકળવાને ગણતરીના દિવસનો સમય ગાળો બાકી હોય, વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યું

છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!