GUJARATHALOLPANCHMAHAL

વડોદરા:37 માં ઉર્ષે અજીમે મિલ્લતની કુલ શરીફની વિધિ સાથે ચાર દિવસીય ઉર્ષનું સમાપન,દેશ વિદેશથી જાયરિનો ઉમટ્યા

હજરત સૈયદ મોયુનુદ્દીન જીલાની બાબા કાદરીના પ્રથમ ઉર્ષ ની ઉજવણી કરાઈ. સૈયદ અમીરુદ્દીન બાબા તેમજ સૈયદ કબીરુદ્દીન બાબાને કાદરી રિફાઇ ખિલાફતથી નવાજવામાં આવ્યા 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા. ૧૩.૪.૨૦૨૫

વડોદરા ખાતે તા.10 થી 13 એપ્રિલ દરમિયાન વિશ્વના તમામ સુફીઓના સરદાર બગદાદવાળા પીરની 25મી પેઢીના સંત કાદરી સૈયદ અઝીમે મિલ્લત રહે.નો 37 મો ઉર્ષ તેમજ હજરત સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના પ્રથમ ઉર્ષ ભારે ભક્તિભાવથી ઉજવાયો હતો.ઉર્સના પહેલા દિવસે તા.10 એપ્રિલ ગુરુવારના રોજ બપોરે ગોસીયા મંજિલ,અજબડી મિલ ખાતે યાકુતપુરાથી ગાદીપતિ હજરત સૈયદ અમીરુદ્દુન બાબા કાદરી તેમજ નાયબ ગાદીપતી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબની અધ્યક્ષતામાં વિશાળ જનમેદની સાથે સંદલનું ભવ્ય જુલુસ વડોદરા નગરમાં નીકળ્યું હતું.જે શહેરના મુખ્ય માર્ગોએ થઈ મોડી સાંજે મેમણ કોલોની ખાતે આવેલ દરગાહ ખાતે પહોંચ્યું હતું.ત્યારબાદ દેશભરના વિવિધ ખાનકાહોના ગાદીપતિ, વિદ્ધાનો,શાયરો, ઇજનેરો,તબીબો સહિત બુદ્ધિજીવી અગ્રણીઓની હાજરીમાં સંદલ ચાદરની પરંપરાગત વિધિ થઈ હતી. જ્યારે ઉર્ષના બીજા દિવસે રાત્રે આધ્યાત્મિક પ્રવચનના કાર્યક્રમમાં કલકત્તાના મુક્તિ સરફરાજ સાહેબ તેમજ ભારતના ટોચના વિદ્ધાન મૌલાના હજરત અલ્લામા સૈયદ મસરૂર રાઝી સાહેબ ભાગલપૂર એ કુરાનના ઉપદેશો સમજાવ્યા હતા.જ્યારે ઉર્ષના ત્રીજા દિવસના પ્રવચનમાં બગદાદ શરીફ થી પધારેલા અશશૈખ સૈયદ ઉમર સલીમ સાહેબ હુસૈની ધ્વારા ઇસ્લામ વિશે પ્રવચન આપ્યું હતું.જ્યારે બેહરાઇચ શરીફ થી પધારેલ જનાબ શાને આલમ મસઉદી સાહેબે પોતાના બુલબુલા અંદાજમાં નાતો મનકબત પેસ કરી હતી જેને લઈ ઉર્ષ માં આવેલા તમામ જાયરીનો ઝૂમી ઉઠ્યા હતા.જ્યારે આ કાર્યક્રમમાં માત્ર ગુજરાત જ નહીં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં શ્રોતાગણો મોડે સુધી શિસ્તબદ્ધ હાજરી આપી હતી.ત્યારે ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતી હજરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તથા નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ હઝરત મૌલાના મુસ્તાકીમ સાહેબ નઇમીએ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.પ્રસિદ્ધ શાયરોમાં બેહરાઈચથી આવેલ જનાબ શાને આલમ મસઉદીએ લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા સુમધુર ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.જ્યારે ઉજવણીના છેલ્લા દિવસે 13 એપ્રિલ રવિવારે સવારે 10:00 કલાકે કુરાન પઠન અને મિલાદનું આયોજન કરાયું હતું.બપોરે 1:30 વાગે કાદરી વંશાવલી પઠન સલામ અને ગાદીપતિ હજરત સૈયદ અમીરુદ્દીન બાબા સાહેબની વિશેષ દુવાઓ સાથે ચાર દિવસીય ઉર્સનું સમાપન થયુ હતું.જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી અનુયાઈઓ ઉર્સનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.

સૈયદ અમીરુદ્દીન બાબા તેમજ સૈયદ કબીરુદ્દીન બાબાને કાદરી રિફાઇ ખિલાફતથી નવાજવામાં આવ્યા 

જ્યારે ઉર્ષના ત્રીજા દિવસે બગદાદ શરીફ થી પધારેલા અશશૈખ સૈયદ ઉમર સલીમ હુસૈની જે ઇમામે આઝમ અબુ હનીફા જે મસ્જિદ આવેલી છે ત્યાંના તેઓ ખતીબો ઇમામ છે અને પોતે સૈયદ એહમદ કબીર રિફાઇ ની આલન સેહજાદા છે તેઓ ધ્વારા વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતી હજરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તથા નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબાને તેઓની ખિલાફત થી નવાજવામાં આવ્યા હતા.આ શુભ પ્રસંગે તમામ કાદરી રિફાઇ મુરીદોને મુબારકબાદી પેસ કરવામાં આવી હતી.

હજરત સૈયદ મોયુનુદ્દીન જીલાની બાબા કાદરીના પ્રથમ ઉર્ષ ની ઉજવણી કરાઈ

જ્યારે ઉર્ષ ના ત્રીજા દિવસે તા.12 એપ્રિલ શનિવારના રોજ સાંજના સુમારે મગરીબ ની નમાજ બાદ પ્રથમ ઉર્ષ સરકારે મોઇને મિલ્લત હજરત સૈયદ મોયુનુદ્દીન જીલાની બાબા કાદરી ના ઉર્ષ ની ઉજવણીના ભાગરૂપે દરગાહ ખાતે મિલાદ શરીફ સલાતો સલામ બાદ કુલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુરિદો ઉમટ્યા હતા અને સરકાર મોઇને મિલ્લત ના ઉર્ષ ના લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!