સાવરકુંડલા શહેરમાં ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરી મકાનોનું નિર્માણનું કૌભાંડ સામે આવ્યું

સાવરકુંડલા શહેરમાં છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યા બાદ. મળતી માહિતી મુજબ કેજીએન-૨ સોસાયટી, મહુવા રોડ, નિર્દોષાનંદ આશ્રમની બાજુમાં રહેતા કેટલાક નાગરિકોએ આજરોજ તેમના એડવોકેટ સાથે મળીને સાવરકુંડલાના માનનીય અધિકારી જયવિર ગઢવી સાહેબની મુલાકાત ધારી ખાતે લીધી હતી.
ફરિયાદીઓએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે કેટલાક તહોમતદારોએ ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરી મકાનોનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ આ મકાનો ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ વેચવામાં આવ્યા હતા. પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદેસરની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી નહોતી અને ફરિયાદીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા.
ફરિયાદીઓના જણાવ્યા મુજબ, આ છેતરપિંડીમાં અંદાજે રૂપિયા ₹4,32,00,000 (અંકે રૂપિયા ચાર કરોડ બત્રીસ લાખ પૂરાં) જેટલી મોટી રકમ આરોપીઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે, જેના કારણે અનેક પરિવારોની જીવનભરની બચત બરબાદ થઈ ગઈ છે.
આ ઘટનાને ગંભીર ગણાવતા તમામ પીડિતોએ તાત્કાલિક અસરથી તમામ તહોમતદારોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. સાથે જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નિર્દોષ નાગરિકો સાથે આવી છેતરપિંડી ન બને.
આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાશે તેવી પીડિતોએ આશા વ્યક્ત કરી છે
રિપોર્ટર સરફરાઝ ખોખર અમરેલી





