અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી સાઇબર ક્રાઇમ પોલિસ દ્વારા સાઇબર અંતર્ગત જાગૃતિ લાવવા હેતુ ઉત્તરાયણ તહેવાર પર્વને લઇ પતંગની વહેંચણી કરવામાં આવી હતી
હાલ ઉતરાયણનો તહેવાર નજીકના સમયમાં છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર કાગળના વિવિધ પતંગ બજારમાં મળતા હોય છે. અરવલ્લી જિલ્લાની અંદર સાઇબર ક્રાઇમને રોકવા અરવલ્લી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસનો નવો અભિગમ સામે આવ્યો હતો જેની અંદર સાયબર ને લગતા વિવિધ સ્લોગન સાથેના પતંગો પોલીસ પરિવાર દ્વારા બજારમાં તેમજ આજુબાજુના લોકોને વહેંચણી કરવામાં આવી હતી. બજારની અંદર હાલ સાયબરને લગતા વિવિધ ફોર્ડ અલગ અલગ રીતે થતા હોય છે ત્યારે સાઇબર ક્રાઇમ ફ્રોડથી બચવા તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઉત્તરાયણના પર્વ પર પતંગની વેચણી કરવામાં આવી હતી