સાવરકુંડલા શહેરમાં તુલસી વિવાહ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.

સાવરકુંડલા શહેરમાં તુલસી વિવાહ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.♦
————————————-
આમ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ધામધૂમથી અને પૂર્ણ શ્રધ્ધા અને આસ્થા સાથે ઉજવાતા તુલસી વિવાહ ભારતીય સંસ્કૃતિની અસલી ઓળખ સમાન આ પર્વને ઉજવવા સાવરકુંડલા શહેર તૈયાર અને તત્પર.
————————————–
ઠાકોરજીના લગ્ન તો તુલસીજી સાથે થશે.. સાથો સાથ આ પ્રસંગે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે.
————————————–
લોક ડાયરો, મેગા રક્તદાન કેમ્પ, ચક્ષુદાન દેહદાન અંગદાન સંકલન પત્રો પણ ભરવામાં આવશે.
————————————–
ખાસ વિશેષ બાબત તો એ છે કે સાવરકુંડલા ગામ ધુવાડા બંધ જમાડવા માટે પરમ પૂજ્ય મસા પીર બાપુ અન્નદાતા પોતે ભાવિકોને પ્રસાદ ગ્રહણ કરવા આગ્રહભર્યું નિમંત્રણ પાઠવી ખરા અર્થમાં તુલસી વિવાહની અનોખી ઓળખ પ્રસ્થાપિત કરશે..
————————————–
સમગ્ર કાર્યક્રમ સાવરકુંડલાના નદી કાંઠે કે. કે હાઈસ્કૂલ પાછળ આવેલ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે તારીખ ૨-૧૧-૨૫ના રોજ સાંજે ૬-૩૦ થી તુલસી વિવાહ સમેત બહુવિધ કાર્યક્રમો યોજાશે.તો ભાવિકજનોએ આ અનેરા પ્રસંગને માણવા પધારવા હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યું છે.
————————————–
કાર્યક્રમના આયોજક તરીકે ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડાપરા સાવરકુંડલા રહેશે
————————————–
કાર્યક્રમની સવિસ્તર સમજ પ્રાપ્ત કરવા માટે. સાવરકુંડલાના સેવાભાવી એવા સતીષ પાડે મો. નંબર ૯૯૭૯૭૪૧૦૬૧ પર સંપર્ક કરી તમામ વિગતો પ્રાપ્ત કરી શકાશે.
————————————–
આ બહુવિધ કાર્યક્મને સફળ બનાવવા માટે વિશાળ સંખ્યામાં સ્વયંમ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
————————————–સાવરકુંડલા શહેરમાં રવિવાર, તારીખ ૦૨/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, નદી કાંઠે, કે.કે. હાઈસ્કૂલ પાછળ ખાતે ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગોપી મહિલા મંડળ અને સમસ્ત કેવડા પરા દ્વારા આયોજિત આ માંગલિક પ્રસંગે તમામ નગરજનોને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા (રવિવાર, તા. ૦૨/૧૧/૨૦૨૫)
આ પવિત્ર દિવસે માતા તુલસીજી અને ઠાકોરજી (શાલીગ્રામ) ભગવાનના દિવ્ય વિવાહ પ્રસંગની સાથે-સાથે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે: સાંજે ૬:૩૦ કલાકથી: ભવ્ય લોક ડાયરો સાંજે ૭:૦૦ કલાકથી: મેગા બ્લડ ડોનેશન કેમ્પ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી) સાથે સાથે સાંજે ૭:૦૦ કલાકથી: ચક્ષુદાન, દેહદાન, અંગદાન સંકલ્પ પત્ર વ્યવસ્થા ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકથી: ઠાકોરજીનો દિવ્ય ભોજન પ્રસાદ તેમજ રાત્રે ૮:૦૦ વાગે: તુલસી વિવાહની માંગલિક વિધિ (લગ્ન વિધિ) યોજાશે
શ્રી પરમ પૂજ્ય મસાપીર બાપુ, મોમાઈ માતાજી મંદિર, નાના ઝીંઝુડા તરફથી સમગ્ર કાર્યક્રમના ભોજન પ્રસાદનું દાન કરવામાં આવ્યું છે. તેમણે સમસ્ત સાવરકુંડલા નગરજનોને વિશેષ આગ્રહ કર્યો છે કે, આ પાવન દિવસે સૌ કોઈ પોતાના નિવાસસ્થાને રસોઈ બનાવવાનું ટાળીને, સાંજે ૭:૩૦ કલાકથી ઠાકોરજીની દિવ્ય પ્રસાદીનો લાભ લેવા સપરિવાર અવશ્ય પધારે. ભોજન પ્રસાદની સેવામાં મુરલીધર કેટરર્સ ઘનશ્યામભાઈ લાંબડીયા તત્પર રહેશે.
ધાર્મિક ઉત્સવની સાથે-સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાન્ચના શ્રી મેહુલ વ્યાસના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વળી, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જેવા મહાદાન માટે સંકલ્પ પત્ર ભરવાની વ્યવસ્થા પણ સ્થળ પર ઉપલબ્ધ રહેશે, જે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સૌ ધર્મપ્રેમી નાગરિકોને ધર્મોત્સવ અને માનવતાના આ ઉમદા કાર્યમાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, નદી કાંઠે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા. યોજવામાં આવશે આ કાર્યક્રમનું આયોજક ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા પરા, સાવરકુંડલા.છે





