અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા અમરેલી જીલ્લાના 11 તાલુકાના 18 યુનિટો ના અધિકારીઓની ચૂંટણી ફરજ માટે મિટિંગ યોજી

રિપોર્ટર અમિત ગીરી ગોસ્વામી સાવરકુંડલા
અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા અમરેલી જીલ્લાના 11 તાલુકાના 18 યુનિટો ના અધિકારીઓની ચૂંટણી ફરજ માટે મિટિંગ યોજી.
અમરેલી જીલ્લામાં ગ્રામ પંચાયતો ની ચૂંટણીમાં હોમગાર્ડ જવાનો આદર્શ ફરજ બજાવશે.
આગામી તારીખ 22/06 ના રોજ ગ્રામ પંચાયતો ની સામાન્ય ચૂંટણી ઓમાં હોમગાર્ડ જવાનો આદર્શ ફરજ બજાવશે અમરેલી જીલ્લાના 11 તાલુકાના હોમગાર્ડ દળ ના 18 યુનિટો આવેલા છે આ તમામ યુનિટો ના અધિકારીઓ, ઓફિસર કમાન્ડિંગ, ક્લાર્ક, પટ્ટાવાળા, એન.સી.ઓ. ની અમરેલી પોલીસ ભવન ખાતે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિતભાઈ મહેતા ના અધ્યક્ષ સ્થાને ચૂંટણી માં અસરકારક ફરજો બજાવે તે બાબતે ખાસ મિટિંગ મળી હતી.
આગામી ગ્રામ પંચાયત ની ચૂંટણી ઓમાં હોમગાર્ડ જવાનો એ ચૂંટણી દરમિયાન શું કરવુ, શું ન કરવું, તેમજ ચૂંટણી દરમિયાન ફરજ સ્થળ છોડવું નહીં, મતપેટી ની સુરક્ષા કરવી, ચૂંટણી સ્થળ પર ભીડભાડ થવા દેવી નહીં, વૃદધો, વિકલાંગો ને મતદાન કરવા આવે ત્યારે તેમને મતદાન મથકે પોહચાડવામાં મદદ કરવી વગેરે આદર્શ મતદાન અને ચૂંટણી ફરજો ની સમજ આપવામાં આવી હતી આતકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાંન્ડન્ટ રોહિતભાઈ મહેતા, જીલ્લા કચેરી કલાર્ક વહીવટી વડા ભાવિકભાઈ વેકરીયા, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી, જીલ્લા કંટ્રોલ ઇન્ચાર્જ શરદ સાપરીયા તેમજ અમરેલી જીલ્લાના 18 હોમગાર્ડ યુનિટો ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લીક રીલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી જર્નાલિસ્ટ સાવરકુંડલા




