SABARKANTHA

ખેડબ્રહ્માના આગીયા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં ઈએમઆરએસ શીલાન્યાસ કાર્યક્રમ યોજાયો

*ખેડબ્રહ્માના આગીયા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં ઈએમઆરએસ શીલાન્યાસ કાર્યક્રમ યોજાયો*

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ,આગીયા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં ઈએમઆરએસ શીલાન્યાસ કાર્યક્રમ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે ભારત સરકાર ધ્વારા આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન અમીલીકરણ છે. પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાનનો ઉદ્દેશ આદિવાસી સમાજને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સક્ષમ બનાવવાનો છે.આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના આદિજાતિની વસતિ ધરાવતા ૧૬૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન દેશના તમામ આદિવાસી સમુદાયોની જીવનશૈલીમાં સુધારો લાવવા માટે જાગૃત અને સંકલિત પ્રયાસ છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા છેવાડાના સામાન્ય લોકોના કલ્યાણ માટે અનેકવિધિ યોજનાઓ અમલીકરણ છે. જિલ્લામાં ચાલી રહેલા સેવા સેતુ કાર્યક્રમનો જિલ્લાના લોકો વધુમાં વધુ યોજનાકીય લાભ મેળવે તે માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં અગ્રણીશ્રી સુરેશભાઈ પટેલ અને અગ્રણીશ્રી રૂમાલભાઈએ પ્રેરક ઉદબોદન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચુઅલ કાર્યક્રમ સૌ કોઈએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ અગીયા ખાતે અંગેજી માધ્યમની શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ શાળા રૂ. ૨૮.૫ કરોડના ખર્ચે તૈયારી થશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંગે શપથ લીધા હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી સોનલબેન, પ્રાંત અધિકારીશ્રી નિમેષ પટેલ , પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુર ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!