GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા નજીક ભંગારના ડેલામાં આગ ભભુકી ઉઠી
TANKARA:ટંકારા નજીક ભંગારના ડેલામાં આગ ભભુકી ઉઠી

ટંકારા નજીક ભંગારના ડેલામાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આથી પળવારમાં જ આગની ભીષણ જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. જો કે ફાયર બ્રિગેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને થોડીવારમાં આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પરંતુ સ્થાનિકોન કહેવા મુજબ ભંગારના ડેલામાં રહેલો ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જેથી ભંગારના ડેલો આખો સળગી ગયો છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.










