
યોગેશ કાનાબાર રાજુલા
ધારી ના ડોક્ટર નો વિદાઈ સમારંભ કાર્યક્રમ યોજાયો
રાજુલામાં દવાક્ષેત્રે સૌથી જુનુ નામ એવા અલીભાઈ દવાવાળા ગૃપનાં રાજુલા ન્યુ મેડીકલ સ્ટોર્સનાં અકબરઅલી અલીભાઈ લક્ષ્મીધરના પૌત્ર ડો.ઈબ્રાહીમ લક્ષ્મીધર જેઓ અસગરઅલી એ.લક્ષ્મીધર નાં પુત્ર અને ઈનાયતભાઈ એ.લક્ષ્મીધર ના ભત્રીજાએ અમદાવાદની GCS કોલેજ માંથી ૨૦૨૩ માં M.B.B.S ની ડીગ્રી પ્રાપ્ત કરી છેલ્લા ૧ વર્ષથી ધારીની સીવીલ હોસ્પિટલમાં ઈન્ટરશીપ પુરી કરી રાજુલા આવેલ છે. જેઓએ ઈન્ટરશીપ દરમ્યાન ધારીમા ખુબજ સારી કામગીરી કરી ધારીના લોકો અને હોસ્પિટલ સ્ટાફમાં ખુબજ સારી નામના મેળવેલ છે. ધારી સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ અને ૧૦૮ ની ટીમ ઘ્વારા ડો.ઈબ્રાહીમ લક્ષ્મીધર ને ભવ્ય વિદાયમાન આપવામા આવેલ તેઓ ખુબજ પોતાની કામગીરીમાં સીન્સીયર અને મહેનતુ છે. હવે તેઓ માસ્ટર ડીગ્રીની તૈયારી કરશે.
અલીભાઈ દવાવાળા પરિવારમાં ચોથી પેઢીએ મુસ્તનભાઈ લક્ષ્મીધર (B.Pharm) મેડીકલ સ્ટોર સંભાળે છે. અને ડો.ઈબ્રાહીમ એ.લક્ષ્મીધર પણ માસ્ટર ડીગ્રીની મેળવી રાજુલામાં સેટલ થાય તેવી આપણે આશા રાખીએ. ડો.ઈબ્રાહીમનાં ફીયાન્સી ફીઝીયો થેરાપીસ્ટની ફર્સ્ટ કલાસ સાથે માસ્ટર ડીગ્રી ધરાવે છે





