AMRELIRAJULA

રાજુલામાં મફત નેત્ર નિદાન અને મોતિયાબિંદુ ઓપરેશન કેમ્પ યોજાશે –

રાજુલામાં મફત નેત્ર નિદાન અને મોતિયાબિંદુ ઓપરેશન કેમ્પ યોજાશે –
એપીએમ ટર્મિનલ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ તેમજ જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી તેમજ ગાયત્રી શક્તિપીઠ રાજુલા આયોજિત આ કાર્યક્રમ યોજવામાં આવે છે


ગરીબ અને જરૂરિયાતમંદોને મળશે વિશેષ રાહત

રાજુલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી આરોગ્ય સેવા રૂપે મફત નેત્ર નિદાન અને મોતિયાબિંદુ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દૃષ્ટિ હ્રાસ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આ કેમ્પ યોજાવાનો છે. આ સેવા ખાસ કરીને એવા ગરીબ, અશક્ત અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ આંખની ગંભીર તકલીફ હોવા છતાં સારવાર કરાવી શકતા નથી.

આ કેમ્પનું આયોજન ઓ.પી.એચ.એ. (ઓપ્થેલ્મિક એસોસિએશન) – ગાંધીનગર, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ગાયત્રી શક્તિપીઠ રાજુલા, તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. કેમ્પમાં આંખોની સંપૂર્ણ તપાસ સાથે સાથે મોતિયાબિંદુ (કેટરેક્ટ)ના દર્દીઓ માટે મફત ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
કેમ્પની તારીખ 11 જાન્યુઆરી 2026, રવિવાર રાખવામાં આવી છે. સ્થળ તરીકે શ્રી ગાયત્રી શક્તિપીઠ, રાજુલા નક્કી કરવામાં આવ્યું છે. સવારે 8.00 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી દર્દીઓની નોંધણી તથા તપાસ કરવામાં આવશે. કેમ્પમાં નિષ્ણાત આંખના તબીબો દ્વારા આંખોની તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તે દર્દીઓને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પમાં પસંદ થયેલા મોતિયાબિંદુના દર્દીઓનું મફત ઓપરેશન નિર્ધારિત હોસ્પિટલમાં કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન રહેવા, જમવાની અને દવાઓની સંપૂર્ણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવશે. દર્દીઓને સલામત રીતે લઈ જવા અને પરત લાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી દર્દીઓ અને તેમના પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે.કેમ્પમાં વિવિધ અનુભવી તબીબો જેમ કે આંખના રોગવિશેષજ્ઞ, જનરલ ફિઝિશિયન તથા ઈએનટી વિશેષજ્ઞો પોતાની સેવાઓ આપશે. આયોજકો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રાજુલા તેમજ આસપાસના વિસ્તારોમાં જે લોકો આંખોની સમસ્યા, ધૂંધળું દેખાવું, આંખોમાં દુખાવો અથવા મોતિયાબિંદુથી પીડાઈ રહ્યા હોય, તેઓ આ સુવર્ણ તકનો લાભ લે અને તમામ લોકો ને આ કેમ્પ ની માહિતી પહોંચાડે
આ પ્રકારના કેમ્પો સમાજમાં અંધત્વ નિવારણ માટે મહત્વ નું કાર્ય કરે છે . સમયસર તપાસ અને સારવાર થવાથી અનેક લોકોની દૃષ્ટિ બચી શકે છે અને તેઓ ફરી સ્વાવલંબી બની શકે છે. આયોજક સંસ્થાઓએ સમાજસેવાની ભાવનાથી આ કેમ્પનું આયોજન કરી આરોગ્ય ક્ષેત્રે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે

Back to top button
error: Content is protected !!