સાવરકુંડલા માં ગુરુપૂર્ણિમા પર્વે તાત્કાલિક હનુમાનજી આશ્રમ બન્યો સેવા યજ્ઞનું ધામ

*યોગેશ કાનાબાર રાજુલા
સાવરકુંડલા માં ગુરુપૂર્ણિમા પર્વે તાત્કાલિક હનુમાનજી આશ્રમ બન્યો સેવા યજ્ઞનું ધામ*
*સેવા, ધર્મ અને સકારાત્મક પરિવર્તનનો ત્રિવેણી સંગમ બાળકોને શૈક્ષણિક કીટ અને નિરાધારોને તાલપત્રીનું વિતરણ કરાયું*
સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય આયોજનમાં ગુરુ પૂજન, યજ્ઞ, પૂજા વિધિ, વૃક્ષારોપણ, જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ, તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્રી વિતરણ જેવી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો. આશ્રમે આ પાવન પર્વને સેવા, ભક્તિ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાના સંકલ્પના પ્રતીક તરીકે ઉજવ્યો હતો. યજ્ઞ સમાપ્તિ બાદ, આશ્રમ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્યમાં સુરભી સ્ટેશનરીના દદુભાઈએ નોટબુક આપીને સહયોગ આપ્યો, જ્યારે અતુલભાઈ દ્વારા સંપૂર્ણ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય કાર્યક્રમમાં વધુ એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે, જે વ્યક્તિઓ રાત્રિ દરમિયાન ખુલ્લામાં વિતાવતા હોય, તેવા નિરાધાર અને જરૂરતમંદ વ્યક્તિઓને રહેઠાણ માટે તાલપત્રી કીટ આપવામાં આવી. આ તાલપત્રી કીટના દાતા ‘સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ’ના પીન્ટુભાઈ હતા. તાત્કાલિક હનુમાનજી આશ્રમમાં યોજાયેલો આ ગુરુપૂર્ણિમા મહોત્સવ માત્ર એક ધાર્મિક પર્વ નહોતો, પરંતુ સેવા, ભક્તિ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાના સંકલ્પનું પ્રતિક હતો. આશ્રમ દ્વારા કરવામાં આવેલા આ વિવિધ સેવાભાવી અને પ્રશંસનીય કાર્યો સમાજ માટે પ્રેરણાદાયી છે અને **’તમામ જીવોની સેવા પરમો ધર્મ’**નો સંદેશ આપે છે.




