AMRELIRAJULA

રાજુલા માં વાહન ચાલકે જાહેરનામાં નો ભંગ કરતા પોલીસે કરી કાર્યવાહી

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા માં વાહન ચાલકે જાહેરનામાં નો ભંગ કરતા પોલીસે કરી કાર્યવાહી

હાલમાં મે. જિલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી અમરેલી નાઓના નં. ના ચિ/પલસ/વશી/૮૫૪૬-૪૫૭૫/૨૦૨૩ તા.૧૦/૦૮/૨૦૨૩ થી બહાર પાડેલ જાહેરનામું અમલમાં હોય જેમાં રાજુલા શહેરમાં સવારના .૦૮/૦૦ થી સત્રીના ૨૧/૦૦ દરમ્યાન પસાર થતા સરકારી ફરજ પરના વાહનો એમ્બ્યુલન્સ, ફા યર બ્રિગેડના વાહનો સ્કુલ બસ, એસ.ટી વિભાગના વાહનો, પેટ્રોલ ડીઝલના ટેન્ડરો સિવાયના તમામ ભારે વાહનો જેવા કે છ કે તેથી વધુ વ્હીલ વાળા વાહનોને રાજુલા શહેરમાં પ્રવેશ અને અવર-જવર તેમજ જાહેર માર્ગો ઉપર પ્રતિબંધ ફરમા વતુ જાહેરનામું હોય અને રાજુલા પોલીસ સ્ટેશન સામે ટ્રાફીક નિયમનની કામગીરી કરતા હોય ત્યારે આ જાહેનામાનો અમલ થાય છે કે કેમ ? તે બાબતે રાજુલા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમ રાજુલા બસ સ્ટેશન સામે ટાટા કંપનીનુ આઇસર આવતુ હોય જેને રોકી જોતા જે ટાટા કંપનીનું આઇસર ના આર.ટી.ઓ, રજી. નં. GJ-14-AT-0052 નું હોય અને સદર ટાટા કંપનીનુ આઇસરના ડ્રાઈવરને નીચે ઉતારી ઉપરોકત જાહેરનામાની સમજણ આપવામાં આવેલ, નજીકમાંથી બે પંચોને બોલાવી હકિક્તની સમજ કરી પંચો રૂબરૂ મજકુર ઇસમનું નામ કામ
પુછતા પોતે પોતાનું નામ મુસ્તુફા ઈબ્રાહિમભાઈ જોગિયા ઉ.વ.૩૩ પંપો-ડ્રાઈવીંગ રહે. સજુલા તત્વજયોતિ વિસ્તાર તા. રાજુલા જી.અમરેલી હોવાનું જણાવેલ પોતાનું ટાટા કંપનીનુ આઈસર વાહન રાજુલા શહેરમાં જાહેરનામું હોવા છતા લઈ આવેલ હોય જાહેરનામાનો ભંગ કરેલ હોય ત્યારે મુસ્તુફા જોગિયા ધોરણસર અટક કરેલ છે.મુસ્તુફા ઈબ્રાહિમભાઈ જોગિયા ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઈવીંગ રહે. રાજુલા તત્વજયોતિ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી વાળાએ મે, જિલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી અમરેલી નાઓના નં.ના સિ/ પલસ/ વશી/ ૪૫૪૬-૪૫૭૫/૨૦૨૩ તા.૧૦/૦૮/૨૦૨૩ થી રાજુલા શહેરમાં સવારના ક.૦૮/૦૦ થી રાત્રીના ક -૨૧/૦૦ દરમ્યાન રાજુલા શહેરમાં ભારે વાહનો જેવા કે છ કે તેથી વધુ વ્હીલ વાળા વાહનોને પ્રવેશ અને અવર-જવર તેમજ જાહેર માર્ગો ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી આ ઇસમ વિરૂધ્ધ B.N.S. કલમ-૨૨૩ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!