પ્રાંતિજ ખાતે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા યાત્રા” યોજાઇ

“હર ઘર તિરંગા” અભિયાન….. પ્રાંતિજની પોળો બની તિરંગામય
***
પ્રાંતિજ ખાતે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા યાત્રા” યોજાઇ
***

સાબરકાંઠા જિલ્લામાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં પ્રાંતિજ ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. જિલ્લાના નાગરીકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો. દેશભક્તિના રંગમાં સમગ્ર પ્રાંતિજ શહેરની પોળો રંગાયી.
આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, NCC, NSS,પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં પૂર્વ શિક્ષણમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી દિપસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતશ્રી અંકિત પટેલ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ




