
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ભવાની મંદિર ખેરગામ ખાતે પહલગામ શહીદો ને સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવતકથા માં આજે કથા નુ સમસ્ત પુણ્ય પહલગામ ના શહીદો ને અર્પણ કરવામાં આવ્યું હતુ.શાંતિ પ્રાર્થના કરી પહલગામ શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આજે કથા માં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી. આ પૂર્વે નિત્ય ક્રમ અનુસાર ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. કથા માં ભગવાન કૃષ્ણ પરમાત્મા ની બાળ લીલા,કૃષ્ણ વિદાય ની કરુણ કથા નુ વર્ણન કરવામાં આવ્યું હતુ. ગોપી ગીત નુ પારાયણ કરવામાં આવ્યું હતુ.ઉપસ્થિત શ્રોતાજનો સજલ નેત્રે ભાવુક બન્યા હતા. ભરતભાઈ પટેલ (મુનસાડ ) અને એમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્મા ની જાન લઇ ને આવ્યા જયારે ઘનશ્યામભાઈ રૂપારેલીયા (સુરત ) અને એમનો પરિવારે માઁ રૂક્ષ્મણી પક્ષે રહી ને કન્યાદાન કર્યુ હતુ.આચાર્ય કિશન દવે દ્વારા મંગલાષ્ટક ના મંત્રોચાર કરવામાં આવ્યા હતા. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “રાષ્ટ્ર્ર ધર્મ થી ઉપર કોઈ ધર્મ છે જ નઈ “,”રૂક્ષ્મણી વિવાહ એ જીવ અને ઈશ્વર નુ મિલન છે “,આજે કથા મા લીનાબેન અમદાવાદિ,અશ્વિનભાઇ રૂપારેલિયા, પાચાભાઈ વઘાસીયા, નિલેશભાઈ પટેલ (બંધાડ ફ. આછવણી,)બિપીનભાઈ પટેલ, ભગુભાઈ લાડ, કલાબેન લાડ, જૈસીંગ ભાઈ પટેલ, ઓમ પ્રકાશ પાલવલ,પધાર્યા હતા જેમનું સ્વાગત માક્ષિત રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું હતુ.આવતીકાલે કથા માં સુદામા ચરિત્ર ની કથા નુ વર્ણન થશે જેની તૈયારીઓ પૂજારી શ્રી યુવરાજ ગિરી ગોસ્વામી અને આયોજકો દ્વારા થઇ રહી છે




