
યોગેશ કાનાબાર રાજુલા
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયામાં NCC વિભાગ દ્વારા 79 વૃક્ષો વાવી 79માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયામાં NCC વિભાગ દ્વારા કોલેજના આચાર્યશ્રી ડૉ. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ (GES -1) સાહેબના નેતૃત્વમાં અને ડૉ. મહેશ એસ. ગઢિયા (ANO- NCC અને આસી. પ્રોફેસર સમાજશાસ્ત્ર)દ્વારા 79માં સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કોલેજના વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના ઊભી થાય અને સાથે સાથે પર્યાવરણ વિશે પણ જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્ર ગાન બાદ કોલેજના NCC ના કેડેટ્સ દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી. ત્યારબાદ NCC ના કેડેટ્સ દ્વારા 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રૂપે 79 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું અને તેનું જતન કરવા માટે દરેક કેડેટ્સ દ્વારા એક વૃક્ષ દત્તક એવામાં આવ્યું અને તેના ઉછેરનો સંકલ્પ લેવામાં આવ્યો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. શબીરભાઈ પરમાર (આસી. પ્રોફેસર અંગ્રેજી), તથા બિન શૈક્ષણિક સ્ટાફ શ્રી રોબીનભાઈ વિંઝુડા, જીતુભાઈ,સાહિલભાઈ, નીરજભાઈ,નરેશભાઈ, ધર્મેશભાઈ, ઇલાબેન, મિતલબેન અને આરતીબેન વગેરે એ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આમ કાર્યક્રમ ખુબજ સરસ અને સુંદર રીતે સફળ થયો.





