GUJARATKUTCHMUNDRA

ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મુન્દ્રામાં વિકાસના કામોનો વરસાદ વરસાવ્યો : 10 કરોડના કામોનું ખાતમુર્હત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા.રતાડીયા, તા.10 એપ્રિલ : મુન્દ્રા તાલુકાની વસ્તી અને વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં કુદકેને ભુસકે વધારો થઈ રહ્યો છે ત્યારે મહાવીર જયંતિના શુભ દિવસે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોની સુવિધાઓમાં વધારો કરતા અંદાજે 10 કરોડ જેટલા વિકાસકામોનું ખાતમુહર્ત કરીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કાળઝાળ ગરમીમાં વિકાસના કામોનો વરસાદ વરસાવીને કલેજાને ઠંડક પહોંચાડી હતી. 939.03 લાખના વિકાસકાર્યોમાં રતાડીયા ગામના 85 લાખના ખર્ચે વિવિધ 22 કામો, સિરાચા ગામના 75 લાખ, ભદ્રેશ્વર એપ્રોચ રોડ 34 લાખ, લુણી ગણેશ રોડ 27 લાખ, બેરાજા ટેકરી ઉપર સંસ્કૃત પાઠશાળા રોડ પાંચ લાખ તથા સૌથી મોટા અને અગત્યના મુન્દ્રા-લુણી-વડાલા આર.સી.સી. રોડ નું 711.90 લાખના ખર્ચે થનાર કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે તાલુકાના વિવિધ ગામોના સરપંચ, ઉપસરપંચ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહીને માંડવી-મુન્દ્રા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદભાઈ દવેનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા-લુણી-વડાલા રોડનું કામ થઈ જતા લોકોના સમય અને સંપત્તિની બચત થશે એના માટે ધારાસભ્યશ્રીએ સાત કરોડ જેટલી માતબર રકમ ફાળવીને લોકોના દિલ જીતી લીધા હતા.

Back to top button
error: Content is protected !!