BODELICHHOTA UDAIPUR

ગુરૂકુલ વિદ્યાલય મોડાસાર ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન

જે.સી.ટી ગૃપ દ્વારા સંચાલીત ગુરૂકુલ વિદ્યાલય મોડાસાર ચોકડી બોડેલી ખાતે તારીખ ૪ ફેબ્રુઆરિ ૨૦૨૩ ને શનિવાર ના રોજ વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મુખ્ય મહેમાન તરીકે રવિ રાઠવા,(મોડાસાર સરપંચ)જે.સી.ટી ગ્રુપના ચેરમેન શ્રી લોકેન્દ્રસિંહ વાંસદીયા જે.સી.ટી વિભાગના હેડ શ્રી વૈદેહીબેન શાહ, પ્રિન્સિપાલ શ્રીમતિ મિનાબેન બરિયા તેમજ અન્ય બ્રાન્ચમાંથી આવેલા આચાર્ય શ્રી ઓએ હાજરી આપી હતી. રમત એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે. મુખ્ય મહેમાન દ્વારા બાળકોને રમતોનું મહત્વ સમજાવી તેમની કૃતિઓને બિરદાવી હતી. મુખ્ય મહેમાનશ્રીઓ તેમજ આચાર્ય શ્રીઓ દ્વારા રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને મેડલ તેમજ સર્ટીફિકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ સાથે વાલીઓ તેમજ શિક્ષકોની પણ રમત રાખવામાં આવી હતી અને તમામે ખુબ ઉત્સાહ પુર્વક રમીને ખુબ જ મજા માની હતી. જે વાલી તેમજ શિક્ષક વિજેતા બન્યા છે. તેમને પણ શાળા પરિવાર દ્વારા ટ્રોફી તેમજ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ સંપુર્ણ સફળતા સાથે પુર્ણ થયો હતો.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!