
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા તાલુકા ના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યો
ગંભીરા પુલ ના ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જર્જરિત બ્રીજ હોય તેનો સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ બિસ્માર બ્રિજ બંધ કરવામાં આવ્યા ત્યારે આવો જ એક બ્રિજ રાજુલા તાલુકા નો દાતરડી ગામ વચ્ચે
સામતિલ્લા બ્રિજ નદી પરનો પુલ આવેલ છે તે બંને તરફથી બંધ કરવામાં આવેલ છે તો આ પુલ ઉપરથી આજુબાજુના છ થી સાત ગામ કે વિક્ટર મજાદર કથીવદર વિસળીયા વાંગર સમઢીયાળા પટવા ખેરા ગામેથી વિધાર્થીને ભણતર માટે દાતરડી ગામે આવવા જવાનું હોવાથી વિધાર્થીને બે બે કિલોમીટર થી ચાલીને આવવું પડે છે અને આ વિસ્તાર પછાત વર્ગ હોવાથી આમ જનતાને મહુવા રાજુલા દવાખાના તેમજ વહીવટી કામ માટે જવા આવ માટે પ્રાઇવેટ વાહન માં તગડુ ભાડુ ખર્ચીને જવું પડે છે દાતરડી ગામે બે બેંક અને બે દવાખાના આવેલ છે તો તેમાં આજુ બાજુના ગામના દર્દીઓ ને પણ આવવા જવામાં તકલીફ પડે છે અને અમદાવાદ સુરત વડોદરા જેવા શહેર માં દાતરડી ગામ ને મોટી સંખ્યા માં વહેવાર સંકળાયેલ હોય તો તે શહેરો માંથી આવતી પ્રાઇવેટ તથા એસટી બસોમાં વહેલી સવારે ૩ થી ૫ વાગ્યાના સમય માં મહિલા વર્ગને એકલા દાતરડી ર કિમી દુર ઉતરવું પડેછે તે જોખમી અને ગંભીર પ્રશ્ન છે. જો આ પુલને તાત્કાલિક શરુ કરવામાં આવે અથવા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે તો પુલની બાજુમાં તંત્રને તદન નોર્મલ ખર્ચ થી ડાયવર્ઝન થઈ શકે તેમ છે. આ જવાબદારી માં જે તે તંત્ર આવતુ હોય તેના ઉચ અધિકારી દ્વારા તાત્કાલિક ડાઈવજન કરી અને આ દાતરડી ગામમાં તત્કાલ ધોરણે એસ.ટી અને પ્રાઇવેટ બસની અવરજવર શરુ થાય તે માટે જેતે આવતા ડીપારમેન્ટને જાણ કરી આ પ્રશ્ન નો તત્કાલ નિકાલ થાય તેવું આ દાતરડી ગામના ઘનશ્યામભાઈ સાવલિયા દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેકટર ધારાસભ્ય મામલતદાર સહિતના તમામ અધિકારીઓને લેખિતમાં જાણ કરેલ છે અને આનો તાત્કાલિક નિર્ણય આવે તેવું આ અરજીમાં જણાવવામાં આવેલ છે




