
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા ના ભચાદર ગ્રામ પંચાયત દ્વારા ભચાદર ખેતીવાડી વિભાગમાં વીજળી પુરવઠો નહીં મળતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
રાજુલા તાલુકાના
ભચાદર ગામ ખાતે ખેતીવાડી વિભાગ ની વીજળી નહીં મળતા ભારે હેરાનગતિ દૂર કરવા બાબત ભચાદર ગામના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેમજ ગામ લોકો દ્વારા રાજુલા પ્રાંત કચેરી માં ડેપ્યુટી કલેક્ટર તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ના તમામ લોકોને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો જેમાં જણાવવામાં આવેલ છે કે આ વિસ્તાર ભચાદર ભેરાઈ અને ઉચૈયા સહિતના ગામોમાં છેલ્લા 15 દિવસથી ખેતીવાડી વિભાગની લાઈન બંધ હોવાથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે તેમજ મુશ્કેલીઓ પણ પડે છે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની ઘટતી કાર્યવાહી કરવામાં આવી નથી અને આ ફીડર માં ખેતીવાડી લાઈનમાં રહેલા જવાબદાર અધિકારીઓ કે હેલ્પરો ને ફોન કરતા હોય ત્યારે ફોન પણ ઉપાડતા ના હોવાની પણ ફરિયાદો ઉઠવા પામેલ છે ત્યારે એક તરફ વરસાદમાં ખેડૂતો હેરાન પરેશાન થયા છે ત્યારે બીજી બાજુ વીજળી પુરવઠો ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આ બાબતે આ તમામ વિવિધ અધિકારી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો વહેલી તકે આ પ્રશ્નો હલ કરવા માં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે….





